• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો વાધડિયા પરિવાર !*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો વાધડિયા પરિવાર .*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી ના સ્વ.સુરેશભાઈ વાધડિયા ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે સ્વ.સુરેશભાઈ વાધડિયા ના ધર્મપત્ની ગં.સ્વ. શારદાબેન, સુપુત્ર મનિષભાઈ તથા ભત્રીજા સંજયભાઈ અલગારી સહીત ના પરિવારજનોએ ઉપસ્થિત રહી તેમના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી સદ્ગત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI:મોરબીના સજજનપર ગોસ્વામી સમાજનું ગૌરવ*

editor

*ઉના તાલુકાના વાંસોજ અને નવાબંદર ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમે અન્નકુટ દર્શન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા*

editor

Leave a Comment