
*શરદપૂર્ણિમાના પરમ પવિત્ર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોરબીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન*
મોરબી:તા ૨૫ આજનો દિવસ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણના પહેલા આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ.આજના શુભ અને અતિ પવિત્ર દિને સવારે 10:30 વાગ્યે બીએપીએસ સંસ્થાના સદગુરુ વરયો અને વડીલ સંતો ની ઉપસ્થિતિમાં વૈદોક્ત મંત્રોચ્ચાર અને મહાપુજા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત થઈ હતી.પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મધ્યાહનના 12:15 કલાકે મંદિરમાં પધારી અભિજીત મુહૂર્તમાં ભગવાનની મૂર્તિઓમાં પ્રાણ પુરી પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કર્યો હતો. તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
