• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*યુવા વર્ગને વેક્સિન મામલે ટંકારા તાલુકાને હળહળતો અન્યાય કેમ? પદ અધિકારીઓ ચૂપ કેમ?*

ટંકારા શહેરની મોટી વસ્તી ધ્યાને લીધા વગર 18થી 44 વર્ષના લોકોને રોજેરોજ છલક-છલાણું રમાડતું આરોગ્ય તંત્ર : પદાધિકારીઓ ચૂપ

ટંકારા : મોરબી જિલ્લામાં 18થી 44 વર્ષના યુવા નાગરિકોને કોરોના વેકસીનેશનમાં આરોગ્ય વિભાગ હળહળતો અન્યાય કરી રહ્યું છે. ટંકારા શહેરની મોટી વસ્તી ઉપરાંત આજુબાજુના ગામડાની પ્રજાનો ખ્યાલ રાખી ટંકારા સિવિલ હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્ર આપવાને બદલે રોજેરોજ દૂર-સુદૂરના ગામડામાં રસીકરણ સેન્ટર ફેરવવામાં આવતા રસીકરણમાં છલકછલાણીની રમત જેવી લોકોને પ્રતીતિ થઈ રહી છે.

 

4 જૂનથી મોરબી જિલ્લામાં 15 સેન્ટર ખાતે 18થી 44 વર્ષના નાગરિકો માટે રસીકરણ શરૂ થયું છે પરંતુ ટંકારા તાલુકો જાણે અળખામણો હોય તેમ અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮+ કોવિડ રસીની સુવિધા શુન્ય છે. યુવાધનને રોજ જુદા-જુદા કેન્દ્ર ખાતે ધખ્ખા ખાવા પડે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ટંકારા હોસ્પિટલમાં ૪૫+નુ બેનર લગાવી રસીકરણ ચાલુ રખાયું છે પરંતુ ગણ્યા-ગાંઠ્યા લોકો જ આવતા હોય ડોક્ટરો હવા ખાઇ છે.

 

બીજી તરફ આખા ટંકારા તાલુકામાં શહેરને બાદ કરી માત્ર બે જગ્યા પર કોવિડ રસિકરણ ચાલુ છે. એમા પણ સાવડીથી નેસડા અને નેસડાથી નેકનામ છલક છલાણુ થઈ રહ્યું છે. જો કે શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આ સુવિધા નામે શુન્ય છે. ત્યારે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮+ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાની લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે.

 

ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાએ સ્થાનિક ચૂંટણીમાં સતાધારી પક્ષને ધારી સફળતા અપાવી છે છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ટંકારાને થઈ રહેલા અન્યાય બાબતે મૌન ધારણ કરીને બેસી જતા ભોગવવાનો વારો યુવાધનનો આવ્યો હોવાની રાડ પણ ઉઠવા પામી છે.

Related posts

*જોડીયા ની મુલાકાતે મંત્રી આર સી ફળદુ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે*

editor

Leave a Comment