• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા બી.આર.સી. ભવન તથા શિક્ષિકા દ્વારા બાળગીતોનો સંપુટ તૈયાર કરાયો*

ટંકારા : ટંકારા બી.આર.સી. ભવન તેમજ શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા બાળગીતોનો સંપુટ “પ્રજ્ઞાનો પગરવ” તૈયાર કરવામાં આવ્યો છે.

 

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને વ્યક્તિગત શિક્ષણ મળી રહે તેમજ દરેક બાળક પોતાની ગતિ અને ક્ષમતા અનુસાર શિક્ષણ મેળવે તે માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. 1 અને 2માં પ્રજ્ઞા અભિગમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં બાળકો આનંદ સાથે જ્ઞાન મેળવે તે માટે અભ્યાસક્રમમાં બાળગીતો, પ્રવૃત્તિઓ, રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ બાળગીતો પૈકીના 8 બાળગીતો તેમજ 2 સંદર્ભ ગીતો એમ કુલ 10 બાળગીતોનો સંપુટ “પ્રજ્ઞાનો પગરવ” ટંકારા બી.આર.સી. પરિવાર તેમજ ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.                                                                             મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીની પ્રેરણાથી તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. આર. ગરચરના માર્ગદર્શન હેઠળ ટંકારા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર અને સી.આર.સી. ટીમ દ્વારા આ બાળગીતોનો સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે.                                                       તમામ બાળગીતો સાંચલા ગીતાબેનના સ્વરે ગવાયા છે. જેમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર મોકાસણા આનંદભાઈ, ભોરણીયા ભીખાલાલ, રાજકોટિયા ભરતભાઇ, દેત્રોજા ભાવેશભાઈ તેમજ બી.આર.પી. નમેરા પરેશભાઈનો સહયોગ મળેલ છે.

 

“પ્રજ્ઞાનો પગરવ”ને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. આર. ગરચરના હસ્તે ટંકારા બી.આર.સી. ભવનની યુ ટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. તે જોવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે.

Related posts

*ટંકારા ખાતે મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એસોસિયેશન ની રચના પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા બાલાજી પોલિપેક નાજગદીશભાઈ પનારા ની વરણી*

Hello Morbi

*મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં સાવચેતી અંગે માર્ગદર્શિકા બહાર પડાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:નવ નિયુક્ત કમિશનર શ્રીસંગીતાબેન રૈયાણી ની શુભેચ્છા મુલાકાત લેતા કોપોઁરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા*

editor

Leave a Comment