• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો*

વિશ્ર્વ લોહાણા મહા પરિષદના ઉત્સાહી પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતના રાધનપુર ખાતે લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ પાટણ રિજિયોન દ્રારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો હતો.રાધનપુરના સમાજ અગ્રણી શ્રી વિનોદભાઈ ગોકલાણીના સૌજન્ય અને સહકારથી યોજવામાં આવેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ડો.નવીનભાઈ ઠકકર(રેડક્રોસ પ્રમુખ) જ્યારે મુખ્ય મહેમાન તરીકે પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણી તેમજ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ શ્રી ભગવાનદાસ બંધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પાટણ રીજીયન પર્યાવરણ સમિતિના ચેરમેન કમલેશભાઈ તન્ના અને મંત્રી ડો.સંજયભાઈ ઠકકર સહિતની ટીમ દ્રારા આયોજીત આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડો. મહેશભાઈ મુલાણી,નગરપાલિકા પ્રમુખ શ્રી મહેશભાઈ ઠકકર(અદા),રામ સેવા સમિતિ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દક્ષિણી,સમાજ અગ્રણી શ્રી હીરાલાલ જી.ઠકકર તેમજ જાણીતા સાહિત્યકાર શ્રી કનુભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાટણના રીજીઓનલ ચેરમેન શ્રી ધનરાજભાઈ ઠકકર અને મંત્રી શ્રી જનકભાઈ ઠકકરની પણ વિશેષ ઉપસ્થિતિ હતી.આ કાર્યક્રમમાં અખિલ રઘુવંશી લોહાણા સમાજ રાધનપુરના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષારોપાણ કાર્યક્રમ બાદ દીપ પ્રાગટયવિધિથી શરૂ થયેલ કાર્યક્રમ વિજયભાઈ ઠકકરના સુમધુર સંગીત સાથે આગળ વધ્યો હતો.મંચસ્થ સૌ વકતાઓએ પર્યાવરણ જાળવણી,વૃક્ષારોપાણ,સમાજ એકતા,શિક્ષણની જરૂરિયાત,આરોગ્ય જાળવણી જેવા મુદાઓને કેન્દ્રમાં રાખી પોતાનાં વકતવ્ય રજૂ કર્યાં હતાં.શ્રી કીરીટભાઈ ભીમાણીની કામગીરી અને સંપર્ક વ્યવસ્થાની પ્રશંસા કરાઈ હતી.પર્યાવરણપ્રેમીઓ અને સમિતિના કર્મઠ કાર્યકરો પ્રહલાદભાઈ તન્ના,દીલીપભાઈ પૂજારા,મહેશભાઈ ઉડેચા(ડીસા),નિરંજનભાઈ એ.ઠકકર(થરા) વિગેરેને પણ સન્માનિત કરાયા હતા.સમાજ અગ્રણીઓ સર્વ દિનેશભાઈ ઠકકર(ભાભરવાળા),રાયચંદભાઈ ઠકકર, પ્રિન્સિપાલ સી.એમ.ઠકકર,રાજુભાઈ વનજાની,પ્રતાપભાઈ સોનઘેલા,એલ.જી.ઠકકર સહિત સૌની હાજરી પ્રેરણાદાયી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશભાઈ તન્ના મહાલક્ષ્મી અને ડો,સંજય ઠક્કરે (હારીજ) કરેલ.કાર્યક્રમ બાદ સુરૂચિ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શ્રી વિનોદભાઈ ગોકલાણીનો સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન મળ્યું હતું. 🙏

Related posts

*HELLO MORBI NEWS:નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીનીઓ યોગાસન સ્પર્ધા માં નેશનલ કક્ષાએ સિલેક્ટ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીમાં શિક્ષણ સાથે સુરક્ષા, પ્રતિભા અને વન ભોજન*

editor

*HELLO MORBI: વ્યાજખોરી ડામવા મહાઅભિયાન સમગ્ર રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન સમગ્ર રેન્જ માં વ્યાજખોરો સામે પરીણામલક્ષી કાર્યવાહી*

Hello Morbi

Leave a Comment