• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

શ્રી ગાયત્રીનગર તા. શાળા ટંકારા જ્ઞાન શક્તિ દિનની ઉજવણી અહેવાલ ૧ લી ઓગષ્ટ ૨૦૨૧ ને રવિવાર

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

૫ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળા શ્રી ગાયત્રીનગર તા. શાળા માં જ્ઞાન શક્તિ દિનની ઉજવણી કરવામાં આવી.

 

સવારે ૧૦:૦૦ કલાકે મહેમાનનું આગમન થયું. તરત જ તેમણે ડાયસ ઉપર યોગ્ય સ્થાન આપી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી.

 

શાળાના મુખ્ય શિક્ષકશ્રી ભાગિયા રસિકલાલ આર. દ્વારા પધારેલ માનવંતા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવો અરવિંદભાઇ દુબરીયા કારોબારી અધ્યક્ષશ્રી તાલુકા પંચાયત ટંકારા તથા તાલુકા પંચાયત સદસ્ય ટંકારા ચાર્મીબેન ભાવીનભાઇ સેન્પાલના પ્રતિનિધી ભાવીનભાઇ સેજપાલ તથા નિશાબેન ધર્મેન્દ્રભાઇ ત્રીવેદી સરપંચશ્રી ટંકારા ગ્રામ પંચાયત યુવા ભાજપ મહામંત્રી હસમુખભાઇ દુબરીયા અને મીડીયા કન્વીનર નિલેષભાઇ પટ્ટણી તથા SMC ના પ્રમુખશ્રી રતનબેન કિશોરભાઇ કુંઢીયા, શાળાના આચાર્ય ભાગીયા રસિક્ભાઇ આર, દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

 

ત્યાર બાદ મહાનુભાવો શ્રી અરવિંદભાઇ દુબરીયા કારોબારી અધ્યક્ષશ્રી તાલુકા પંચાયત ટંકારા નું પુષ્પગુચ્છથી શાળાના આચાર્ય ભાગીયા રસિક્ભાઇ આર દ્વારા તથા નિશાબેન ધર્મેન્દ્રભાઇ ત્રીવેદી સરપંચશ્રી ટંકારા ગ્રામ પંચાયત નું પટેલ સંગિતાબેન શંકરભાઇ_દ્વારા અને તાલુકા પંચાયત સદસ્ય ટંકારા ચાર્મીબેન ભાવીનભાઇ સેન્પાલના પ્રતિનિધી ભાવીનભાઇ સેજપાલનું શિક્ષક અશ્વિનભાઇ સેરશીયા, યુવા ભાજપ મહામંત્રી હસમુખભાઇ દુબરીયા અને મીડીયા કન્વીનર નિલેષભાઇ પટ્ટણી એસ.એમ.સી. અધ્યક્ષ રતનબેન કુંઢીયાનું શાળા પરીવાર દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.

 

બરોબર ૧૦:૧૫ કલાકે આમંત્રીત મહેમાનશ્રી ભાવીનભાઇ સેજ્વાલે પોતાના વક્તવ્યમાં જણાવાયું કે સરકારશ્રી તરફથી સરકારી શાળાને અતિ ઉતમ બનાવવાની કામગીરી થઇ રહી છે. સરકારી શાળા પણ ડિઝીટલ બની રહી છે. ડિઝીટલ માધ્યમના ભાગ સ્વરૂપે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાળકોને ખુબ જ પસંદ પડે છે.

 

ત્યાર બાદ મુખ્ય મહેનાનશ્રી અરવિંદભાઇ દુબરીયા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે બાળકો ખૂબ જ ચંચળ હોય છે. તેમને હાલના ડિઝીટલ માધ્યમો વધારે પસંદગી પાત્ર હોય છે. તો સરકારશ્રી ના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત ઘણી બધી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપેલા છે. આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકો વધુ સારી રીતે અને રસપુર્વક અભ્યાસ કરી શકે છે. ત્યાર બાદ બરાબર ૧૦:૪૫ કલાકે મહાત્મા મંદિર ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગ દ્વારા નિહાળવાનું હોય મહાનુભાવો તથા ગ્રામજનો, શાળાના શિક્ષકશ્રીઓએ બાયસેગ પ્રસારણ નિહાળવા માટે બાયસેગ રૂમમાં જ લ્હાવો લીધો.

 

ત્યાર બાદ શ્રી ગાયત્રીનગર તા.શાળા ખાતે ઉપસ્થિત મહાનુભાવો શ્રીમતી અરવિંદભાઇ દુબરીયા, નિશાબેન ધર્મેન્દ્રભાઇ ત્રીવેદી તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

 

શાળાના મ.શિ. બોડા હિતેષભાઇ આર. દ્વારા આભારવિધી કરવામાં આવી છેલ્લે સૌ રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા અને આજનો કાર્યક્રમની સમાપ્તીની ઘોષણા કરવામાં આવી હતી

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાતે આવેલ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા*

editor

*HELLO MORBI:ભાજપના ભ્રષ્ટાચાર અને બિન આવડત ભર્યા વહીવટ થી મોરબીની પ્રજાને નગરપાલિકા ના ગેર વહીવટ થી છુટકારો મહેશ રાજ્યગુરુ*

editor

*HELLO MORBI: પાલનપુર રઘુવંશી દેશી લોહાણા સમાજ દ્રારા કરવામાં આવ્યો ઉજ્જૈન-ઓમકારેશ્ર્વરનો સફળ પ્રવાસ*

Hello Morbi

Leave a Comment