• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાવનગરમાં એક જ દિવસમાં બે વિસ્તારોમાં આગ ની ઘટના બની!*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

“ફાયર બ્રિગેડની ટીમ વહેલી સવારે દોડીને આગને કરી કાબુ”

 

ભાવનગર ખાતે તારીખ 3 8 2021 ના રોજ મંગળવારે વહેલી સવારે આગના અલગ અલગ બે ઘટનાઓ બની છે

બંને બનાવોમાં શોર્ટ સર્કિટ ના કારણોસર ઈલેક્ટ્રીક ઉપકરણો સળગી ગયાં હતાં. જાેકે, ઘટના વહેલી સવારે ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે ફાયર ફાયટરોએ પણ સમય સુચકતા જાળવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ફાયર ફાઈટરોને પ્રથમ કોલ સવારે ૬ઃ૫૫ મળ્યો હતો જેમાં શહેરના વાઘાવાડી રોડપર આવેલ ડોમિનોઝ પિઝા હાર્ટ સામેના ખાંચામાં આવેલા સિધ્ધિવિનાયક કોમ્પલેક્ષ સ્થિત ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણી નો માર ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવ માં ઓફિસમાં રહેલો સરસામાન અને ઈલેક્ટ્રીક વાયરીંગ તથા ઇલેકટ્રીક ઉપકરણો સળગી જવા પામ્યું

હોતુ.

 

બીજા બનાવમાં વાઘાવાડી રોડ સ્થિત માધવદર્શન કોમ્પલેક્ષની દુકાન નં-૧૬૧/૧૬૨ કોટક સિક્યુરિટી તથા ઈશન નેટસલ પ્રાઈવેટ લિમિટેડમાં આગ લાગતાં ઓફીસોમાં રહેલા કોમ્યુટર ઈન્ટરનેટના સાધનો તથા વાઈરીંગ સળગીને સ્વાહા થઈ ગયું હતું. આ બંને બનાવમાં વીજ શોર્ટ-સર્કિટ થયાનું જાણવા મળ્યું છે. જાેકે, સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી.

Related posts

*શ્રી રામ ગૌ સેવા સમિતિ લાખણી દ્રારા જલિયાણ ગૌશાળા ડીસાને ગોળ અર્પણ કરાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં જુગારધામ પર મોરબી ક્રાઈમ બ્રાંચના દરોડા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વાંકાનેરમાં દોષી કોલેજ કેપ્સ ખાતે વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ કરતા: સાંસદ*

editor

Leave a Comment