• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાતમાં સૌપ્રથમ વખત મહોરમ શરીફ અને ગણતંત્ર દિન નિમિત્તે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ યોજાશે*

અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન

“કોમી એકતાના પ્રતીક પવિત્ર મોહરમ શરીફ અને શ્રાવણ માસ નિમિત્તે હિન્દુ મુસ્લિમ ભાઈઓ ની એકતા રંગ સાથે સ્વૈચ્છિક મહા-રક્તદાન કેમ્પ ૧૪ મી ઓગસ્ટ નિમિત્તે અન્યો માટે પ્રેરણારૂપ બનશે!”

 

૭૫ મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આણંદ જિલ્લાના ખંભાત ગામ ખાતે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતા નો અનોખો સંદેશ ના ભાગરૂપે નાત-જાતના ભેદ ભુલાવી અન્યો માટે પ્રેરણારૂપ સંદેશા સાથે અનોખી પહેલ શરૂ કરી હોય તેમ ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તારીખ 14 મી ઓગસ્ટ ના રોજ હિન્દુ મુસ્લિમ સમાજ ના તહેવારો શ્રાવણ માસ અનેક મોહરમ શરીફ નિમિત્તે ખંભાત ખાતે તારીખ 14 8 2021 ને શનિવારના રોજ સવારે 9થી બપોરના ૧ વાગ્યા સુધી એમ.એ મુન્સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ રાણા ચકલા ખંભાત ખાતે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો મહાનુભવો પોતાના યથાશક્તિ પ્રમાણે આ સૌપ્રથમવાર ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ સફળ આયોજન કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે નોંધનીય છે કે છેલ્લા છ વર્ષથી સેવાકીય કાર્ય યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે covid-19 મહામારી મા ઉદાહરણ પૂરું પાડવા મા પણ આગવું સ્થાન ધરાવે છે 208 બોટલ બ્લડ ડોનેટ કર્યું હતું અને હાલ એક હજાર બોટલ ઈમરજન્સી બ્લડની જરૂર હોય તો ઈ બી ડી ગ્રુપનું બ્લડ પહોંચાડવાના પ્રયાસ ચાલે છે આ સમગ્ર કામગીરી માં માનવ સેવા ના ભાગરૂપે નિસ્વાર્થ સેવા આપવામાં આવે છે તારીખ 14 8 2021 ના રોજ અનોખા સંદેશા ભાગરૂપે ગણતંત્ર દિન અને હિંદુ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર નિમિત્તે મહારક્તદાન કેમ્પ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમને સફળ કરવા માટે આયોજકો અનુભવો મહાનુભવો દ્વારા જણાવવામાં આવ્યું છે

 

૧) મહમંદ રફિક. જે. દિવાન કિસ્મત સામાજિક કાર્યકર

૨) કુતુબુદ્દીન શેખ સામાજિક કાર્યકર

૩)ઈમરાન શા. ડી. દિવાન સામાજિક કાર્યકર

૪) મહેશ ભાઈ ખુશાલ ભાઈ વાઘેલા

૫) જાનીશાર શેખ સામાજિક કાર્યકર

૬) અજીમભાઈ શેખ સામાજિક

કાર્યકર

૭) સલીમ ભાઈ સરપંચ કંસારી

૮) શૈલેષ. આર. પંડયા

૯) નયન ભાઈ પરમાર

૧૦) તોફીક શા. બી કંસારી

૧૧) રજીસ્ટર ભાઈ મલેક

૧૨) મૌલાના મુલતાન શાહ. આઈ. દિવાન સહિતના સર્વે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક કેમ્પને સફળ બનાવવા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI;માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વારાહી પાબુદાદા આચાર્ય પરિવાર ટ્રસ્ટના નવા વરાયેલા પ્રમુખ મુકેશભાઈ ગણેશભાઈ આચાર્યનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

*HELLO MORBI: મોરબીમાં પોલીસનો બોડી વોર્ન કેમેરો ખોવાયોછે કોઈને મળે તો જાણ કરવા મોરબી પોલીસની અપીલ*

editor

Leave a Comment