• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં પીએમ મોદીના જન્મદિને યોગ શિબિર અને હવન યોજાયા*

યોગ શિબિરમાં યોગ ટ્રેનર અને સાધકોએ જોડાઈને ખૂબ જ ઉત્સાહ પૂર્વક પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે સ્વસ્થ જીવન અને દિર્ઘાયુની કામના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં નિયુક્ત યોગ કોચ વાલજી પી. ડાભી, રૂપલબેન શાહ અને પિયુષભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રામકો બંગ્લોઝ, વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે આજે યોગ શિબિર અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું,

 

યોગાસન, પ્રાણાયામ અને હવનમાં ૭૧ ગાયત્રી મંત્ર-મહા મૃત્યુંજય મંત્ર બોલીને આહુતિ આપવામાં આવી હતી. આ શિબિરમાં યોગ ટ્રેનર અને સાધકોએ જોડાઈને ખૂબ જ ઉત્સાહ પૂર્વક પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે મહેમાન તરીકે ભારતીબેન રંગપરિય, રણછોડભાઈ જીવાણી, રણજીતભાઇ રાઠોડ (ભારત સ્વાભિમાન ઉપપ્રમુખ વાપી), નરશીભાઈ અંદરપા, ભીમજીભાઇ અઘારા તેમજ સંજયભાઈ રાજપરા ઉપસ્થિત રહ્યા હતાં.                                                     આયોજનના મુખ્ય માર્ગદર્શક યોગસેવક શીશપાલજી (ચેરમેન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭૧ જગ્યાએ યોગ શિબિર અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

*ડીસાના સી.એ.થયેલ રઘુવંશી નવયુવાન પ્રસન્ન ઠકકરનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન* 

Hello Morbi

*જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જોડિયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવાય*

Hello Morbi

*મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment