• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાગાયતી ખેડૂતોને ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી માટે સહાય અપાશે*

આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની સહાય ઘટકમાં સરકારના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર ખારેક ફળપાકનુ ટીસ્યુકલ્ચર રોપા દ્વારા નવુ વાવેતર પોતાની માલીકીની જમીનમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં કરેલ હોય તેને માટે નોર્મસ પ્રમાણે પ્લાટીંગ મટીરિયલમા નાના, મોટા અને અન્ય ખેડૂતોને થયેલ ખર્ચના ૫૦% અથવા મહતમ રૂ.૧,૨૫૦/- પ્રતિ રોપા (પ્લાટીંગ મટીરિયલ) તેમજ મહતમ રૂપિયા ૧,૫૬,૨૫૦/- પ્રતિ હેકટરની મર્યાદામા મહતમ ૧.૦૦ હે. સુધી સહાય આપવામાં આવશે.                                       આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:-૨૩ ઉપર અરજી કરી શકાશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા, વધુ વિગતો માટે ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.બચીબેન ગોકળભાઈ આહીર (હ.નાથાભાઈ તથા રતનેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*હડીયાણા ગ્રામ પંચાયત ના નવ નિયુક્ત સરપંચ અને ઉપસરપંચ નું ફૂલ હારથી સવાગત કરાયું*

Hello Morbi

*સાત ગોલ્ડ મેડલ મેળવનાર ડીસાની શ્ર્વેતા ખત્રીનું શુભેચ્છક વર્તુળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment