• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*યુવા અગ્રણી ઓનરજાક ઢોકી દ્વારા મૂળદ્વારકા ગામની જન સમસ્યાઓની કલેકટરને રજૂઆત*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*વેકસીન બાબતે મૂળ દ્વારકાની જનતાને વિનતી કરવામાં આવી*

 

*કોવિડ વેકસીન પ્રોગ્રામ મૂળ દ્વારકા કલેકટર અને ડીડીઓ હાજર રહ્યા*

 

કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામના યુવા અગ્રણી ઓનરજાક જુમ્માભાઈ ઢોકી(સદામ ભાઇ) દ્વારા કોવિડ વેકસીન પ્રોગ્રામ મૂળ દ્વારકા કલેકટર અને ડીડીઓ હાજર રહ્યા હોય તેમની સાથે અગત્યના અધિકારીઓ હાજર રહેવાના હોય તેમણે પ્રજાલક્ષી રજૂઆતો મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોમાં ખાસ કરીને તેમણે મૂળ દ્વારકા ગામની પ્રદૂષણ બાબતની તેમજ અંબુજા કંપની ના મોટા મોટા સ્ટીમરો જયારે કાંઠા વિસ્તારમાં મૂળ દ્વારકા જેટી ઉપર આવે છે ત્યારે કાંઠાની માછલીઓ ને નુકશાન થાય છે અને તેના કારણે જે દરિયાઈ પ્રદૂષણ થાય છે તેના કારણે માછીમારોના જીવન ધોરણ પ્રભાવિત થાય છે અને માટે જ આજની કલેકટર અને ડીડીઓની મિટિંગમાં યુવા અગ્રણી સદામ ભાઈ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ ઉપરાંત તેમણે માછીમારોના બાળકોના શિક્ષણ અને રમત ખાસ કરીને તરણ રમતોમાં વિશેષ રૂપથી બાળકોને જિલ્લામાં સ્થાન આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિમાં તેમજ ડિઝાસ્ટર બાબતની કામગીરી ઝડપી તેમજ પ્રોપર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે માછીમાર સમાજમાં જે મુસ્લીમ માછીમાર સમાજ જાતિ પ્રમાણપત્ર થી વંચિત છે તેમને આ પ્રકારની નાગરિક સુવિધા પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મૂળ દ્વારકા ગામના યુવા અગ્રણી સદામભાઈ દ્વારા ખાસ આ મિટિંગમાં અધિકારીઓને જનતાના હિતમાં કરવામાં આવેલી રજૂઆતો કેટલી અસરકારક નિવડે છે તેમજ આ બાબતે શું પગલાઓ તંત્ર લે તે બાબત ખૂબ જ જરૂરી બની જાય છે….

 

Related posts

*બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની જામનગર ખાતે સ્થાપના કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:નવ નિયુક્ત કમિશનર શ્રીસંગીતાબેન રૈયાણી ની શુભેચ્છા મુલાકાત લેતા કોપોઁરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા*

editor

*ડીસા જલારામ મંદિરનો રંગેચંગે ઉજવાયો 22 મો પાટોત્સવ*

Hello Morbi

Leave a Comment