• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલના પ્રભારીની નિમણૂંક કરાઈ*

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે પરામર્શ કરીને મોરબી જિલ્લાના ભાજપ અધ્યક્ષ દ્વારા મોરબી જીલ્લાના દરેક મંડલના પ્રભારીની નિમણૂંક કરવામાં આવે છે. જેમાં દરેક મંડળમાં બે હોદેદારોને પ્રભારી પદ સોંપવામાં આવ્યું છે.                   જેમાં મોરબી શહેર પ્રભારી તરીકે ઘનશ્યામભાઈ ગોહીલ અને રજનીભાઈ સંઘાણી, મોરબી તાલુકા પ્રભારી તરીકે હરેશભાઈ ઘોડાસરા અને ભવાનભાઈ ભાગીયા, વાંકાનેર શહેર પ્રભારી તરીકે નિકુંજભાઈ કોટક અને પ્રભુભાઈ પનારા, વાંકાનેર તાલુકા પ્રભારી તરીકે ચંદુભાઈ શીહોરા અને નિર્મલભાઈ જારીયા, હળવદ શહેર પ્રભારી તરીકે હસુભાઈ પંડયા અને ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, હળવદ તાલુકા પ્રભારી તરીકે કે.એસ.અમૃતિયા અને ભરતભાઈ ઠાકરાણી, માળીયા શહેર પ્રભારી તરીકે જયોતિસિંહ જાડેજા અને ચંદુભાઈ હુંબલ, માળીયા તાલુકા પ્રભારી તરીકે સુભાષભાઈ પટેલ અને ગોરધનભાઈ સરવૈયા તેમજ ટંકારા તાલુકા પ્રભારી તરીકે નરેન્દ્રસિંહ ઝાલા અને રવિભાઈ શનાવડાની વરણી કરવામાં આવી છે.

Related posts

*માતા-પિતા ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો લજાઈ નો વામજા પરિવાર*

Hello Morbi

*રાજકોટ શહેર- જીલ્લામાં શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યોમાં વ્યસ્ત*

Hello Morbi

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી 2022 માં વધુને વધુ મતદાન કરવા મોરબી જિલ્લા કલેકટર ની અપીલ*

Hello Morbi

Leave a Comment