લજાઈ હડમતીયા રોડ ઉપર અલગ અલગ કારખાનામાં ચોરી મામલે પાંચ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ
ટંકારા : ગત અઠવાડીએ ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ જુદા જુદા કારખાનાઓમાં તરખાટ મચાવી ચોરીને અંજામ આપનાર ચડ્ડી, ટીશર્ટ ગેંગ વિરુદ્ધ કારખનેદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર એક સાથે અનેક કારખાનાઓમાં ચડ્ડી ટીશર્ટ પહેરી ત્રાટકેલા અજાણ્યા પાંચેક તસ્કરો વિરુદ્ધ કારખનેદાર મહેશભાઇ મનુભાઇ નગવાડીયા ફરીયાદ નોંધાવી છે.
વધુમાં પોલીસે કારખાનેદારની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ શટર તોડી તેની ઓફીસના શટર તોડી તેમજ અન્ય સાહેદોના કારખાનાની બારીઓ તોડી કારખાનાઓની અંદર પ્રવેશ કરી બધાની મળી રોકડ રૂપીયા 25000 તથા સી.સી.ટી.વી. કેમેરાનુ ડી.વી.આર.કી.રૂ. 3000 તથા ૦૨ નંગ રાઉટર કી.રૂ-1000 મળી કુલ રૂપીયા-29500ની મતાની ચોરી અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
