• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત સરકાર સ્વાસ્થય વ્યવસ્થાનાં નામે ખાડે ખાડે ગઈ છે:AIMIM*  

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

અમદાવાદ: વિકાસનાં મોટા મોટા બણગાં ફૂંકતી ભાજપ સરકાર કે જે આજે દાવો કરી રહી છે કે 100 કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે પરંતુ જે રીતે ગુજરાતનો વિકાસ મોડલ ઝુઠો છે એ જ રીતે સરકારના રસીકરણ ના આંકડા પણ ખોટા છે.

ગુજરાતની સ્વાસ્થય વ્યવસ્થા કઈ રીતે ખાડે ગઈ છે તેનું ઉત્તમ નમૂનો જો જોવો હોય તો એ દરિયાપુર વોર્ડ નંબર-૨૧ ની અંદર દરિયાપુર ટાવરની સામે પાર્વતીબાઈ નામનું અર્બન હેલ્થ સેન્ટર ખૂબ જ જર્જરિત તેમજ બિસ્માર હાલતમાં છે. જે અંગે ગત તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના રોજ લેખિતમાં રજુઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી તે અંગે કોઈ બાબત ધ્યાનમાં લીધેલ નથી, ડોક્ટર્સ ની અનિયમિત હાજરી, ઓપીડી માત્ર બે કલાક ચલાવવા માં આવે છે. હેલ્થ સેન્ટર ને લગતા સાધનોની ખૂબ જ અછત છે. અને બીજી ઘણી ખામીઓ છે.

જેથી AIMIM પક્ષનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા ના આદેશથી અને અમદાવાદ શહેર પ્રમુખ શમશાદ પઠાણની આગેવાનીમાં અમદાવાદનાં મેયર કિરીટ પરમાર સાહેબ ની મુલાકાત લીધી. મેયર શ્રી કિરીટ પરમાર સાહેબે અમદાવાદ શહેર પ્રમુખ અને કાઊન્સિલરની રજુઆત સાંભળી તરત હેલ્થ ઓફિસર ભાવિનભાઈ સોલંકી ને બોલાવ્યા અને તેમણે AIMIM પક્ષની ફરિયાદ ના સમર્થનમાં જણાવ્યું કે ” હા, દરિયાપુર ટાવરની સામે પાર્વતીબાઈ નામનું અર્બન હેલ્થ સેન્ટર ખૂબ જ જર્જરિત તેમજ બિસ્માર હાલતમાં છે. અને તેને તાત્કાલિક નવીનીકરણ ની જરૂર છે. ” એટલે AIMIM પક્ષનાં તરફથી એ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અર્બન હેલ્થ સેન્ટર ને કામચલાઉ કોઈ અન્ય બિલ્ડીંગ માં ખસેડી, આ બિલ્ડીંગ ને અદ્યતન બનાવવામાં આવે. જેના પ્રતિઉત્તરમાં મેયર શ્રી કિરીટ પરમાર સાહેબે હકારાત્મક પ્રતિભાવ આપ્યો.

AIMIM પક્ષનાં અમદાવાદ શહેર પ્રમુખ શમશાદ પઠાણ તેમજ તમામ સંગઠન ના સાથીઓએ જણાવ્યું કે જો આપ દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસો માં AIMIM પક્ષ ઉગ્ર આંદોલન કરશે જેની સમગ્ર જવાબદારી આપશ્રી ની રહેશે જેની નોંધ લેશો. આ મુલાકાતમાં AIMIM પક્ષનાં અમદાવાદ શહેર પ્રમુખ શ્રી શમશાદ પઠાણ ની સાથે કોર્પોરેટર ઓ જેમાં રફીકભાઈ શેખ, મુસ્તાકભાઈ ખાદીવાલા, અફ્સાનાબાનું ચિસ્તી, બિનાબેન પરમાર, જૈનબબેન શેખ તેમજ સંગઠન ના સાથીઓમાં શબ્બીરભાઈ શિકારી-મહામંત્રી, શાહનવાઝ પઠાણ-મહામંત્રી, જાવેદ કુરેશી-શહેરમંત્રી, તનવીર શેખ-શહેરમંત્રી, સોએબ રઝા-સોશિયલ મીડિયા મેમ્બર, શફીભાઈ શેખ-દરિયાપુર વિધાનસભા પ્રમુખ, જાબીરભાઈ પટેલ-દરિયાપુર વોર્ડ પ્રમુખ, આમિરખાન પઠાણ-દરિયાપુ by can byર વોર્ડ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, એડ્વોકેટ ઇમ્તિયાઝખાન પઠાણ, હાસિમ શેખ તેમજ રાહુલ પરમાર હાજર રહ્યાં હતાં

Related posts

*જોડિયા તાલુકામાં 108 ની ટીમ દ્વારા અેમ્બિયુલસ નો જન્મ દિવસ ઉવવામાં આવિયો*

Hello Morbi

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

editor

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ be મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા રાજવીશ્રીઓના પરિવારજનો

Hello Morbi

Leave a Comment