• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નાની વાવડી-બગથળા અને આમરણ રોડનું કામ દસ દિવસ માં ચાલુ ન થાય તો આંદોલન કોંગી અગ્રણીય કે ડી પડ્સુંબીયા*

કોંગ્રેસના અગ્રણીએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી રોડનું કામ ચાલુ કરવા દસ દિવસનું એલટીમેટમ આપ્યું

મોરબી : મોરબીના નાની વાવડી-બગથળા અને આમરણ રોડનું કામ મંજુર થયું હોવા છતાં હજુ સુધી કામ ચાલુ ન કરતા ખરાબ રોડથી હાલાકી વધતી હોવાથી આ રોડનું કામ ચાલુ કરાવવા કોંગ્રેસ અગ્રણી મેદાને આવ્યા છે અને તેમણે માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી રોડનું કામ ચાલુ કરવા દસ દિવસનું એલટીમેટમ આપી જો આ કામ ચાલુ ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.                     મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે.ડી. પડસુમબિયાએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હતી કે, મોરબીના નાની વાવડી-બગથળા અને આમરણ રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં છે. ખરાબ માર્ગને કારણે અકસ્માતનું જોખમ રહે છે અને ગામના બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જો કે આ રોડને ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ જૂન-2021 માં મંજૂર કરાવ્યો હતો. છતાં હજુ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આથી તેઓએ ફરી માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી 10 દિવસમાં આ રોડનું કામ ચાલુ નહિ થાય તો સ્થાનિકોને સાથે રાખી ધરણા અને રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા મોરબી જિલ્લા વહીવટી તંત્રની જાહેર જનતાને અપીલ*

editor

*HELLO MORBI:સંભવિત biparjoy વાવાઝોડા સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગંભીર કટોકટી સામે જિંદગીની જંગ જીતનાર વોરિયર્સનું ભવ્ય સન્માન આયુષ હોસ્પિટલ મોરબી ખાતે*

editor

Leave a Comment