• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના જાણીતા સેવાભાવી અને સફળ ઓર્થોપેડીક સર્જન ડો.મેહૂલ મોઢનું કરવામાં આવેલ સન્માન*

ડીસા નગરમાં અનેક ડોકટરો પ્રેકટીસ કરે છે.આ બધામાં કેટલાક સેવાભાવી અને ગરીબો પ્રત્યે લાગણી ધરાવતા ડોકટરો પણ છે.ડીસાના ઓર્થોપેડીક સર્જન ડો.મેહૂલ મોઢ પણ એક સેવાભાવી અને સફળ ડોકટર છે.તેમના દ્રારા હાડકાં તેમજ ઘૂંટણનાં લગતાં અનેક સફળ ઓપરેશન થયાં છે.તાજેતરમાં ડીસાના જાણીતા ચિત્રકાર ચંદુભાઈ એટીડીનાં 78 વર્ષીય માતુશ્રી ડાઈબેન કાંતીલાલ મોદીનું ઘૂંટણનું ઓપરેશન સફળ થતાં પરિવાર અને મિત્રજનોએ અનહદ રાજીપો વ્યકત કર્યો હતો.

ડાઈબેનને હ્દયમાં પેસમેકર મૂકેલ હોઈ ડોકટર મેહૂલ મોઢ અને તેમની ટીમે ખૂબ જ ચીવટતાપૂર્વક આગવી સૂઝથી સફળ ઓપરેશન કર્યું હતું.ડોકટરની કામગીરીથી પ્રભાવિત થઈ શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,મફતભાઈ મોદી, ચંદુભાઈ એટીડી,ઈશ્ર્વરભાઈ રાવળ,ધનંજયભાઈ ત્રિવેદી સહિત સૌએ ડો.મેહૂલ મોઢ તેમજ ડો સ્મિતાબેન મોઢનું સાલ,પુસ્તક,ફૂલછડીથી સન્માન કરી અભિનંદન આપ્યા હતા.આ અવસરે ઓપરેશનમાં વિશેષ સહકાર આપનાર એનેસ્થેટીક ડોકટર મુંકુંદભાઈ પટેલ સહિત આશીર્વાદ હોસ્પિટલની સમગ્ર ટીમને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા.જલારામ પ્રેમી એવા ડોકટર મેહૂલ મોઢે ગત વર્ષે જલારામ મંદિર ડીસાને અંદાજે દોઢ લાખ રૂપિયાની 300 જેવી ખુરશીઓ અર્પણ કરી પોતાનો સેવાભાવ વ્યકત કર્યો હતો.ડાઈબેન મોદીએ પણ ડોકટર સહિત સૌને અંતરના આશીર્વાદ આપ્યા હતા..

Related posts

*HELLO MORBI: મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત* *સાંસદ યોગ સ્પર્ધા યોજાશેસ્પર્ધકો ૧૪ જૂન સુધી ફોર્મ ભરી શકશે*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ લીટર-૧૧૦૦ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ટીમ*

editor

*વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં* *૯મી ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી*

Hello Morbi

Leave a Comment