• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માતેલ સાંઢ ની જેમ દોડતા ડમ્પર ની ઠોકરે વાંકાનેર ખાતે બાળક નું કમકમાટી ભર્યું મોત*

વકાનેર:તા ૯ મોરબી જિલ્લામાંપોલીસની રહેમરાહે લોકો માથે મોત બનીને મંડરાતા કાળમુખા ડમ્પર ચાલકો દ્વારા અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં વાંકાનેર ચંદ્રપુર નજીક મીઠું પાન લેવા જઈ રહેલા બાળકને ડમ્પર ચાલકે ચગદી નાખતા મોત નીપજતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. દરેક અકસ્માતની જેમ આ અકસ્માતમાં પણ ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.         અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના વીસીપરા ફુલછાબ કોલોનીમાં અને હાલમાં વાંકાનેર ચંદ્રપુર નજીક મીરાનીનગરમાં રહેતા વસીમભાઈ ઉર્ફે લાલો રફીકભાઈ બ્લોચનો પુત્ર અયાઝ ઉ.14 ગત તા.6ના રોજ ચંદ્રપુર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ સુપર પાન નામની દુકાને મીઠું પાન લેવા જતો હતો ત્યારે ડમ્પર નંબર GJ-36-T- 5546ના ચાલકે પુરઝડપે વાહન હંકારી અયાઝને હડફેટે લેતા ડમ્પરના જોટામાં આવી જતા આયાઝનું મૃત્યુ નીપજ્યું હતું.                          જોકે આ ગંભીર અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. હાલ અકસ્માત અંગે મૃતક અયાઝના પિતા વસીમભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ- ૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

*જોડિયા તાલુકાના પીઠડ ગામે તાલુકા શાળા નો 139 મો જન્મ દિવસ ઉજવાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરનાં રોણકી ગામ ખાતે એકવીસ કરોડનાં ખર્ચે પાણીના સંપ તેમજ પાણીની પાઈપલાઈન નું ખાતમુહૂર્ત ધારાસભ્ય સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું*

editor

*જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ ઉપ્રમુખની નિમણુક માટે તા 16 નારોજ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના રહેશે*

Hello Morbi

Leave a Comment