• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનારમાં વિદેશી દારૂ પકડી કાયદેસર ની કાર્યવાહી કરતી કોડીનાર પોલીસ ટીમ*

 

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

જૂનાગઢ રેન્જ આઇજી પી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધ્યક્ષ રાહુલ ત્રિપાઠી તથા ઇન્સાર્જ નાયબ પોલીસ અધિક્ષક જી બી બાંભણીયા દ્વારા પ્રોહીબિસન ની પ્રવુતિ નસ્ત નાબૂદ કરવા સખ્ત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સાર્જ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ થયેલી કાર્યવાહી મુજબ

આજરોજ કોડીનાર પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજિત સિંહ પુજ સિંહ તથા પો કોન્સ અનીરૂધસિંહ જેમાભાઈ તથા વિપુલભાઇ મુળુ ભાઈ તથા વિપુલભાઇ અરજણભાઈ એ રીત ના પોલીસ સ્ટાફ ટાઉન બીટ વિસ્તાર માં પ્રોહી અંગે પેટ્રોલીંગ હતા તે દરમિયાન કોડીનાર ઉનાં જાપા પાસે પહોંચતા બાતમી રાહે હકીકત મળેલ કે કોડીનાર ઊના બાયપાસ રોડ તરફથી એક ઈસમ ચાલીને માથે પ્લા બાસ્કુ લઈ ને આવે છે જેથી વોચ માં રહેલ દરમિયાન બાતમી હકીકત વાળો ઈસમ મળી આવતા મજકુર ઈસમ ને રોકી નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ ગોપાલ ભાઈ શિવ ભાઈ સોલંકી દે. પુ. ઉ. વ ૨૨ ધંધો મજુરી રહે વેરાવળ ઠેકાણું મફતીયા પરા સરકારી દવાખાના પાસે તાલુકો વેરાવળ વાળો હોય મજકૂર ઈસમ પાસે રહેલ બાસ્કુ ચેક કરતા બાસકામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્રિમ્પી સ્પેશ્યલ વ્હિસ્કી ૧૮૦ મી.લી કંપની શીલ પેક બોટલો નગ ૧૨૦ જેની કુલ કિંમત ૬૦૦૦ મળી આવતા પ્રોહિ મુદ્દા માલ ની હેરાફેરી કરી પકડાઇ જઈ ગુન્હો કરેલ હોય આરોપી વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશન ગુર. ન ૧૧૧૮૮૬૦૦૨૨૧૧૬૫૬ પ્રોહી. ક.૬૫(ઈ )વી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે વધુ તપાસ પોલીસ કરી રહી છે

આરોપી ગોપાલ ભાઈ શિવજી ભાઈ સોલંકી ઉ.વ ૨૨ ધંધો મજુરી રહે વેરાવળ ઠે મફ્તીયાપરા સરકારી દવાખાના પાસે વેરાવળ

Related posts

*HELLO MORBI:પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક આયુર્વેદીક સીરપની ૮૦૦૦ બોટલ સાથે કુલ ૫ લાખનો મુદામાલ પકડી પાડતી પડધરી પોલીસ*

editor

*HELLO MORBI:જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે એ જ અભ્યર્થના : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: રમત, ઉત્સાહ અને પરિવાર સાથેની ખુશીની ઉજવણી નવયુગ સંકુલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો*

editor

Leave a Comment