• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

આજ રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા પંજાબ માં મેળવેલ ભવ્ય જીત ની ઉજવણી કરવામાં આવી.

આજ રોજઆમ આદમી પાર્ટી ની પંજાબ માં ભવ્ય જીત મેળવી એ ખુશી માં “પંજાબ વિજય દિવસ” તરીકે વાંકાનેર શહેર તથા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર ખાતે વાંકાનેર હાઇવે, ગ્રીન ચોક તથા પુલ દરવાજા ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી.આ ખુશી ના અવસર માં આમ આદમી પાર્ટી દ્વારા ઢોલ વગાડી, ફટાકડા ફોડી તથા મીઠાઈ વિતરણ કરી ને ઉજવણી કરવામાં આવી.

 

આમ આદમી પાર્ટી પંજાબ એ 117 સીટ માંથી 92 સીટ માં ભવ્ય વિજય મેળવી અને પંજાબ માં ઇતિહાસ સર્જેલ છે અને પંજાબ ની પ્રજાએ સ્વાસ્થ્ય શિક્ષણ અને સસ્તી વીજળી, ઈમાનદાર રાજનીતિ ને સ્વીકારી હતી અને ભ્રષ્ટાચાર,ડ્રગ માફિયા ,શિક્ષણ ની લૂંટ ને જાકારો આપ્યો.

 

આ આયોજન માં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ઉપ પ્રમુખ તોફિક અમરેલીયા , જિલ્લા મંત્રી અર્જુન સિંહ વાળા,વાંકાનેર તાલુકા પ્રમુખ ઉસમાનગની બાદી,વાંકાનેર તાલુકા યુવા પ્રમુખ મુન્નાભાઈ મીર ,એસ સી એસ ટી પ્રમુખ દિલીપભાઈ ચાવડા, વાંકાનેર તાલુકા ઉપ પ્રમુખ રફીક ભાઈ બાદી તાલુકા મંત્રી મહેબૂબ ભાઈ તથા આરીફભાઈ બ્લોચ તથા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ હાજર રહેલ.

Related posts

*પડધરી:આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા ને જબરૂ જન સમર્થન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟐𝟔 જાન્યુઆરીએ સર્વમંગલમ્ વિધાલય ડીસા ખાતે સામાજિક અગ્રણી મહેશભાઈ ઉડેચાના વરદહસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન*

editor

*રાજકોટમાં બજરંગ વાડી ખાતે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કોરોના મહામારી અંતર્ગત કોવિડ સેન્ટર શરૂ*

Hello Morbi

Leave a Comment