• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં મંત્રી નેતાઓ ની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

મોરબીની બ્લોસમ કિડ્સ સ્કૂલમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક યોજાયો. જેમાં રાજકીય નેતાઓ મંત્રી ની હાજરીમાં બાળકો અને વાલીઓએ અભિનયમાં ઓજસ પાથર્યા હતા. સ્કૂલ ચલે હમ, કાચા બદામ,પ્યાર કી પુંગી બજા દે, યહી ઉમ્ર હૈ કર લે ગલતી સે મિસ્ટેક, જંગલ થીમ save Birds,એક બિલાડી જાડી, Save water , Tribute All Indian Doctor (Corona worriers), Save Girl child, Save Outdoor Games,Tribute Bipin Sir Ravat વગેરે વિષયો પર નાના ભૂલકાઓએ કૃતિઓ રજૂ કરેલ હતી. ભૂલકાઓની સાથે સાથે એમના વાલીઓએ પણ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. જેમાં વિવિધ ફોટોગ્રાફ અને સ્લોગન સાથેના બેનર બનાવી સમાજને દરેક કૃતિ બાદ સુંદર મેસેજ પૂરો પાડેલ હતો. બિપિન રાવતને શ્રધાંજલિ આપી બાળકોએ સીડીએસ જનરલની સેવાને બિરદાવી હતી,સેવ ગર્લની કૃતિ દ્વારા દીકરીનું મહત્વ સમજાવ્યું હતું આમ આ થીમ બેઇઝ કાર્યક્રમ નિહાળી મંત્રી શ્રી બ્રિજેશ મેરજા મંત્ર મુગ્ધ બની ગયા હતા. અને બ્લોસમ કિડ્સ સ્કૂલની બાળકોમાં સંસ્કાર અને દેશભક્તિની ભાવનાનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી,આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ કાર્યક્રમમાં હાજર રહી બાળકો અને શિક્ષકોને બિરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્ટાફ પરિવાર તેમજ નિમિષાબેન રાજેશભાઈ ભીમણીએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Related posts

*ધુનડા નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતા બે સગા ભાઈઓ પકડાયા ટંકારા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું*

editor

*વાંકાનેરના નવા રાતીદેવડી ગામે જુગાર રમતા 8 જુગારી ને 26200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

Hello Morbi

Leave a Comment