• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનારની ઐતિહાસિક ૧૩૧ આંબેડકર જયંતી પ્રસંગે સર્વે સમાજ દ્વારા એકતા રેલી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

*હિન્દુ અને મુસ્લીમ કોમી એકતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું કોડીનારે*

 

*કોડીનારમાં હિંદુ મુસ્લીમ સર્વે સમાજના લોકો દ્વારા ઉત્સાહભેર આંબેડકર જયંતિની ઉજવણી*

 

સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા જેમના પ્રમુખ આદર્શ હતા એવા રાષ્ટ્ર નાયક અને મહાનાયક ડૉ. બી. આર. આંબેડકર સાહેબની આજે ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે કોડીનાર તાલુકા અને શહેરના સર્વ સમાજના લોકો દ્વારા તેમજ સર્વ જાતિના વિવિધ સંસ્થાઓ સંગઠનો દ્વારા એક કોમી એકતા અને અખંડિતતા નું ઉતમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. સર્વે સામાજિક રાજકીય અને સરકારી અગ્રણીઓ, અધિકારીઓ અને કર્મચારી સાથે યુવાનો અને દરેક ક્ષેત્રમાં કાર્યરત લોકો દ્વારા તેમજ વિશેષમાં હિન્દુ મુસ્લીમ સમાજના અગ્રણીઓ તેમજ લોકો દ્વારા સવારના પુષ્પાંજલિ અર્પણ કરી અને નાસિક ઢોલ ના તાલે બપોરના ૨ વાગ્યાથી છેક ૭ વાગ્યા સુધી મહા રેલી – એકતા રેલી તેમજ સાથોસાથ રથયાત્રા અને ડીજે સાથે યુવાનો આજે ઝૂમી ઊઠયા હતાં. ઠેર ઠેર શરબતો, ઠંડા પાણીથી અને ઠંડા પીણાથી કોડીનાર શહેરના સર્વ સમાજના લોકો દ્વારા એકતા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અંતે રાત્રીના ૭:૩૦ ની આસપાસ બાબા સાહેબના બર્થડે કેક સાથે ભવ્ય આતશબાજી પણ યુવાનો દ્વારા કરવામાં આવી હતી. આ સામગ્રી કાર્યક્રમની જહેમત આઝાદ ગ્રુપ ના નવયુવાનોએ ખુબ મોટી જહેમત ઉઠાવી હતી. કોડીનાર તાલુકા અને શહેરી વિસ્તારોમાંથી અનેક લોકો….., સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક બાબા સાહેબના જન્મ જયંતી પ્રંસગે હાજર રહેલા હતા. આઝાદ ગ્રુપના નવ યુવાનોએ રાત દિવસ જહેમત ઉઠાવી અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે રાત દિવસ એક કર્યા તો બીજી તરફ તેમને અન્ય સામાજિક અને રાજકીય સંગઠનો તથા યુવાનોએ અસરકારક અને અદભૂત એકતા મહારેલી આયોજિત કરી હતી. કોડીનાર તાલુકા અને શહેરના ઇતિહાસમાં બાબા સાહેબના રેલીના દિવસને યાદ કરશે. હિન્દુ મુસ્લિમ સમાજની એકતા આ રેલીમાં જોવા મળી. આ રેલીમાં તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકા કોડીનાર અને પ્રતિનિધિઓ તેમજ કોડીનાર પોલીસ દ્વારા અને મામલતદાર કચેરી દ્વારા ખૂબ જ સહકાર આપવામાં આવ્યો. કાર્યક્રમના અંતમાં એક વિચાર એક ભારતના પ્રતિનિધ દ્વારા કોડીનાર તેમજ ગીર સોમનાથ જિલ્લાના સર્વ સમાજના લોકોને આજના પ્રસંગમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI:મોરબી ના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સમાં આવેલ દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્રો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

*જોડિયા તાલુકા માં સાતમા સેવા સેતુ નો કાર્યક્રમ અંબાલા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી*

Hello Morbi

Leave a Comment