
વિશ્ર્વ લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિ તેમજ યુવા સમિતિ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે તારીખ 17-7-2022 રવિવારે સવારે 10=30 થી બપોરના 1=00 દરમિયાન સજીવ ખેતી-પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ જ મહત્ત્વની ચિંતન શિબિર સંસ્થાના પ્રમુખ તેમજ ટ્રસ્ટી સતીષભાઈ વિઠલાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.આ શિબિરમાં મુખ્ય વકતા તરીકે પ્રાકૃતિક ખેતીના અનુભવી એવા સમાજ અગ્રણી પોપટભાઈ અખાણી રહેશે.
જ્યારે મહેમાનોમાં મહિલા અધ્યક્ષ-ટ્રસ્ટી શ્રીમતી રશ્મિબેન વિઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ ધર્મેશ ભાઈ હરિયાણી, ,મહામંત્રી હરીશ ભાઈ ઠક્કર,ખજાનચી વસંત ભાઈ અનારક્ટ,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુ,અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના પ્રમુખ ડો. મહેશ ભાઈ મુલાણી રહેશે.આ ચિંતન શિબિરમાં પર્યાવરણ સમિતિના હોદ્દેદારો, લોહાણા મહાપરિષદના હોદ્દેદારો,યુવા સમિતિના હોદેદારો, વિવિધ મહાજનોના હોદ્દેદારો, રઘુવંશી સમાજના આગેવાનો, ખેડૂત આગેવાનો, પર્યાવરણ પ્રેમી મિત્રો હાજરી આપનાર છે.
વર્તમાન સમય માટે પ્રાકૃતિક ખેતીની જબરજસ્ત આવશ્યકતા અને માંગ છે ત્યારે લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાતના ઝોનલ પ્રમુખ ભગવાનભાઈ બંધુ, પર્યાવરણ સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરીટભાઈ ભીમાણી તેમજ બનાસકાંઠા યુવા સમિતિ રીજીઓનલ ચેરમેન યશ ઠકકરે સૌને આ ચિંતન શિબિરમાં હાજરી આપવા તેમજ સહયોગી બનવા અપીલ કરેલ છે.
આ કાર્યક્રમ અંગેની કોઈ પણ પ્રકાર ની માહિતી માટે પર્યાવરણ સમિતિ તથા યુવા સમિતિના સભ્યોનો સંપર્ક કરવા પણ જણાવેલ છે. આ કાર્યક્રમ તારીખ 17/7/2022 ના રોજ સવારે 11 થી બપોર ના 1 વાગ્યા સુધી, શ્રી પોપટલાલ અખાણી ના ખારેક ફાર્મ, જૂના ઇન્દરવા, ભાભર ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ પત્યા પછી સ્વરૂચી ભોજનની વ્યવસ્થા રાખેલ છે.
આ સમગ્ર કાર્યક્રમ નું સૌજન્ય શ્રી પોપટલાલ અંબારામ અખાણી પરિવાર (ભાભર) દ્વારા કરવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરિટભાઈ ભીમાણી વ્યવસ્થિત સંકલન કરી રહેલ છે.
