• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આરોગ્ય શાખા – જીલ્લા પંચાયત મોરબી દ્વારા ૨૫-એપ્રીલ “વિશ્વ મેલેરીયા દીવસ” ની ઉજવણી*

દર વર્ષે તારીખ ૨૫-એપ્રીલ ને વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય તેમના ભાગરૂપે જીલ્લા પંચાયત મોરબી નાં તમામ તાલુકાઓ માં મેલેરીયા અંગે જનજાગ્રુતી લાવવા અને મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨ નાં સંદેશા અંગે લોકો ને જાણકારી આપવા વગેરે હેતુ થી મોરબી જીલ્લા નાં કુલ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો માં વિશ્વ મેલેરીયા દીવસ ઉજવણી નાં ભાગ રૂપે લોકો માં જન જાગ્રૂતી લાવવા નાં હેતુથી સુત્રોચાર સાથે એક એક રેલી કરવામાં આવેલ.

 

ઉપરાંત વિવિધ આરોગ્ય સંસ્થાઓ મા મેલેરીયા જનજાગૃતિ અંતર્ગત સંદેશો આપતી રંગોળીઓ બનાવી, લોકોને મેલેરિયા અંગે આરોગ્ય શિક્ષણ આપવા પ્રયત્નો કરેલ.

 

તેમજ શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા અને ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ દ્વારા નિદર્શન કરી વિદ્યાર્થી ઓને માહિતી આપવામાં આવી.

 

આ ઉપરાંત ગ્રામ્ય લેવલે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા જુથ ચર્ચા, વ્યક્તીગત સંપર્ક, તેમજ મેલેરીયા અંગે નાં સાહીત્ય નાં વિતરણ, લોક આગેવાનો નાં સંદેશા ઓ દ્વારા વગેરે પ્રચાર પ્રસાર નાં માધ્યમો થી લોકો ને મેલેરીયા અંગે માહીતગાર કરવામા આવેલ.

 

મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના માન. ચેરમેનશ્રી હીરાભાઈ ટમારિયા સાહેબ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડો. જે. એમ કતીરા સાહેબ, તેમજ જીલ્લા મેલેરીયા અધીકારીશ્રી ડો. સી. એલ. વારેવડીયા – મોરબી જીલ્લા નાં તમામ લોકો મેલેરીયા અંગે જાગ્રૂતી કેળવે અને ગુજરાત રાજ્ય તથા મોરબી જિલ્લાને મેલેરીયા મુકત બનાવવાં સાથ સહકાર આપે તે માટે નમ્ર અપીલ કરે છે..

Related posts

*વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું પ્રસ્થાન કરાવતા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સિટી એ ડિવિજન પોલીસ મથક ની હદ માં મારામારીના ગુનાઓમાં અનેક વખત ઝડપાતા શખ્સ ને પાસા તળે જેલહવાલે કરાયો*

Hello Morbi

*HELLO MORBI: મોગલધામ કબરાઉ દર્શન કરવા આવતી કાલે પહોંચશે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

editor

Leave a Comment