• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બી.આર.સી. ભવન જોડિયા ખાતે વિશ્વ વિકલાંગ દિન ઉજવણી*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

તા. 3 ડિસેમ્બર 2021ના રોજ વિશ્વ વિકલાંગ દિવસ ઉજવણીના ભાગરૂપે રાજ્ય કચેરી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર ખાતેથી યુ ટ્યુબ માધ્યમ દ્વારા આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માન. એસ.પી.ડી.શ્રીની રાહબરી અને માન. સચિવશ્રી શિક્ષણ ડો. વિનોદ રાવ સાહેબની પ્રેરણા તેમજ માન. શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી સાહેબના અધ્યક્ષ સ્થાને રાખેલ જેમાં માન.મંત્રીશ્રીના હસ્તે સાધન સહાય, એલાઉન્સના ચેકનું વિતરણ કરવામાં આવેલ તેમજ દિવ્યાંગ બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવેલ.

 

કાર્યક્રમ બાદ દિવ્યાંગ બાળકોને દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ એસ.ટી. બસ પાસ અને નોટ- પેનનું વિતરણ કરીને પ્રોત્સાહન આપવામાં આવેલ . તેમજ મેડિકલ સર્ટીફીકેટ, એસ.ટી. પાસ અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતાં લાભ વિશે જાણકારી પૂરી પાડવામાં આવેલ.

 

વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી બી.આર.સી. ભવન જોડિયા મુકામે કરવામાં આવી .જેમાં બી.આર.સી. કો. ઓર્ડીનેટર શ્રી આશિષકુમાર રામાનુજ, સી.આર.સી. કો. ઓર્ડીનેટરશ્રી પરેશભાઈ જરૂ, બ્લોક સ્ટાફ, દિવ્યાંગ બાળકો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે IEDSS માં કાર્યરત વિશિષ્ટ શિક્ષક ઝાહિદ હીંગોરજાએ જહેમત ઉઠાવી હતી. જોડિયા તાલુકામાં બહોળી સંખ્યામાં શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલી યુ-ટ્યુબ માધ્યમથી જોડાઇ આ કાર્યક્રમ નિહાળેલ…..

 

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી & જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાસે*

editor

Leave a Comment