• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં બોગસ જુગારની રેડ મામલે જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા આમ આદમી પાર્ટીની માંગ*

મોરબી : મોરબી એ ડિવિઝનના પીઆઇ દ્વારા બોગસ જુગારની રેઇડ કરી યુવાનોને ખોટી રીતે ફસાવી દીધા હોવાના ધારાસભ્ય કગથરાના આક્ષેપના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ મામલે મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારોએ એ ડિવિઝન પોલીસની ખોટી રેડને વખોડી કાઢી જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

ટંકારા ધારાસભ્ય લલિત કગથરાએ મોરબી એ ડિવિઝન પીઆઇ પંડ્યા ઉપર ખોટી જુગારની રેડ કરી યુવાનોને ઢોર માર મારી ખોટી રીતે ફસાવ્યા હોવાના ગંભીર આરોપ મુકતા ભારે ખળભળાટ મચી ગયો છે. એ ડિવિઝન પોલીસે પોતાની કામગીરી બતાવવા બોગસ જુગારની કબલ ઉભી કરી યુવાનોને માર માર્યાના આક્ષેપ સાથે ધારાસભ્યએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા આ ગંભીર મામલે મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારો પણ મેદાને આવ્યા છે. મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારોએ આ બોગસ જુગારની રેડને વખોડી કાઢી જવાબદાર પીઆઈને સસ્પેન્ડ કરવા તેમજ સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરવાની સરકાર સમક્ષ માંગ કરી છે.

Related posts

*શ્રી ઘાંટવડ કન્યા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ*

Hello Morbi

*HELLO MORBI: કુવાડવા ખાતે કોટક પરિવાર ના કુળદેવી શ્રી ભવાની માતાજી ના મંદિરે પરિવાર નું ભવ્ય સનેહ મિલન યોજાશે*અહેવાલ કૌશિક કોટક પડધરી*

editor

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

editor

Leave a Comment