• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.*

*રામધન આશ્રમ ના રત્નેશ્વરીદેવીજી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી શ્રી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓની પ્રેરક ઉપસ્થિતી.*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફ ના શિવલીંગ ના દર્શન નુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શન નો લાભ લીધો હતો તેમજ ફરાળ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ ના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવા મા આવી રહી છે..

મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવા માં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદ નુ આયોજન કરવા માં આવે છે. મહાદેવ ના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીત ની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી-મો.૮૭૫૮૧૨૦૪૩૫, અનિલભાઈ સોમૈયા-મો.૮૫૧૧૦૬૦૦૬૬, હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવો તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*જોડીયા તાલુકાના હડીયાણા ગામની કન્યા શાળા ના એસ.એમ.સી.ના અધ્યક્ષ રાકેશ પરમાર નો આજે જન્મદિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા: દાઢીયારી મેલડી માતાજી ના મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઈ*

editor

Leave a Comment