• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી પોલીસ નુ ડાર્ક ફિલ્મ લગાડી વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઝુંબેશ*

ડાર્ક ફિલ્મ લગાડી વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઝુંબેશ

મોરબી જીલ્લામાં ટ્રાફીક નિયમનોનુ પાલન કરાવા તેમજ ડાર્ક ફીલ્મ લગાડી ચલાવતા વાહન ચાલકો સામે મે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ રેન્જ નાઓએ આપેલ સુચના તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ વી.એમ.લગારીયા તથા પો.સબ.ઇન્સ. ડી.બી.ઠક્કર નાઓ સાથે મોરબી જીલ્લા તથા શહેર ખાતે ટ્રાફીક શાખાના કર્મચારીઓ દ્વારા છેલ્લા ત્રણ દીવસ દરમ્યાન અલગ અલગ પોઇન્ટ તથા વિસ્તારમા વાહન ચેકીગ ગોઠવી એમ.વી.એક્ટના નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહીના ઝુંબેશના ભાગ રૂપે ડાર્ક ફીલ્મ લગાડીને ચલાવતા ૫૦ વાહન ચાલકોના વાહનોની ડાર્ક ફીલ્મ સ્થળ પર ઉતારી ડાર્ક ફીલ્મ રાખવા બાબતે સ્થળ દંડ કરવામા આવેલ તેમજ ચાલુ મોબાઇલે ડ્રાઇવિંગ કરતા ૨૯ વાહન ચાલકો તેમજ હાઇવે ઉપર હેલ્મેટ વગર ટુ વ્હિલર ચલાવતા ૧૩ વાહન ચાલકો તેમજ રોડ રસ્તામા અડચણ રૂપ પાર્કીંગ કરતા ૩૭ વાહન ચાલકો તેમજ આર.ટી.ઓ માન્ય એચ.એસ.આર.પી.નંબર પ્લેટ લગાવ્યા વગરના ૯ વાહન ચાલકો એમ અલગ અલગ M.V.ACT હેઠળ ૩૨૩ કેશો કરી સ્થળ પર રૂ. ૧,૩૮,૪૦૦/- સ્થળ દંડ વસુલ કરવામા આવેલ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ. વગર વાહન ચલાવતા ૨૮ વાહન ચાલકોના વાહન એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ આર.ટી.ઓ ડીટેઇન મેમા આપવામા આવેલ તેમજ ગતિમર્યાદા ભંગ કરતા તેમજ પુર ઝડપે અને રાહદારીની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા વાહન ચાલકો તેમજ રોડ ઉપર અક્સમાત થાય તેવી રીતે પાર્કીંગ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ IPC કલમ ૨૭૯ તથા IPC ૨૮૩ મુજબના કેશો કરવા આવેલ તેવુ ટ્રાફીક શાખાની યાદીમા જણાવવામાં આવે છે.
પ્રજા જોગ સંદેશ:-
મોરબી શહેર/જીલ્લાની તમામ જાહેર જનતાને જણાવાનુ કે એમ.વી.એક્ટ મુજબ ટ્રાફીક નિયમોનુ પાલન કરવુ તેમજ વાહનમા આર.ટી.ઓ માન્ય HSRP નંબર પ્લેટ તથા ફીલ્મ લગાવવી તેમજ પોતાના વાહન કોઇ નો-પાર્કીંગ કે પછી અડચણ રૂપ જગ્યાએ પાર્કીંગ કરવુ નહી. તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવુ નહી અને વાહનના કાગળો સાથે રાખવા અને હાઇવે ઉપર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવુ અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલમા વાત કરવી નહી આમ ટ્રાફીક નીયમોનુ પાલન કરવુ તેમજ ટ્રાફીક નિયમોનુ પાલન નહીં કરતા વાહન ચાલકો વિરૂધ્ધ એમ.વી.એક્ટ મુજબ કાયદેશરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ સોમવાર થી શરૂ*

Hello Morbi

*HELLO MORBI: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવતી વખતે ગરીબ પરિવારોના ચહેરા પર છલકાય છે આત્મવિશ્વાસ અને ખુશી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ની 𝐎𝐒𝐄𝐌 𝐂𝐁𝐒𝐄 સ્કુલ ખાતે 𝐌𝐔𝐍 (𝐌𝐨𝐝𝐞𝐥 𝐨𝐟 𝐮𝐧𝐢𝐭𝐞𝐝 𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐬) 𝟐𝟎𝟐𝟓 કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment