• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સરદાર બાગ સામે સવારે યોજાતી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા મા રજુઆત.*

મોરબી શહેર ના હાર્દસમા વિસ્તાર શનાળા રોડ સ્થિત સરદારબાગ સામે ના પાર્કીંગ માં વહેલી સવારથી શાકમાર્કેટ યોજાઈ રહી છે ત્યારે તે વિસ્તાર મા વિવિધ શાળા-કોલેજો આવેલ છે જેથી સવાર ના સમય માં ટ્રાફીકજામ તથા પાર્કીંગ ના પ્રશ્નો ઉપસ્થિત થયા છે, તે મુદે મોરબી ની કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા માં શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે રજુઆત કરવા માં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ની મહામારી જ્યારે સર્વત્ર વ્યાપેલ હતી ત્યારે સરકારશ્રી દ્વારા શાળા-કોલેજો બંધ રાખવા ફરમાન કરવા મા આવ્યુ હતુ. તે સમયે મોરબી નગરપાલીકા દ્વારા શહેર ના સરદાર બાગ સામે ના પાર્કીંગ માં શાક માર્કેટ યોજવા અંગે વ્યવસ્થા કરવા માં આવી હતી. પરંતુ આજે શાળા-કોલેજો શરૂ થયા ને ઘણો સમય થયો હોવા છતાં શાક માર્કેટ મુદે પાલીકા દ્વારા કોઈ નક્કર વ્યવસ્થા કરવા માં આવેલ નથી. જેથી વહેલી સવારે ટ્રાફીકજામ ના દ્રશ્યો સર્જાય છે તેમજ તે વિસ્તાર માં વિવિધ શાળા કોલેજો તેમજ હોસ્પીટલો પણ આવેલ છે. વિદ્યાર્થીઓ તેમજ હોસ્પીટલ પર આવતા દર્દીઓને પાર્કીંગ ની જગ્યા મળતી નથી જેથી આડેધડ વાહન પાર્કીંગ થવાથી ટ્રાફીક નો પ્રશ્ન સર્જાય છે. તે ઉપરાંત ઠેર-ઠેર કચરા ના ગંજ ખડકાતા ગંદકી ના પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે તેમજ વિદ્યાર્થીઓ ના આરોગ્ય તેમજ જનઆરોગ્ય સામે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ પરિસ્થિતી મા વિદ્યાર્થીઓના હીત માં તેમજ હોસ્પીટલ પર આવતા દર્દીઓના હીત માં શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા માં આવે તે અનિવાર્ય છે. તે બાબતે મોરબી ની કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલીકા ને આવેદન આપ્યુ હતુ. મોરબી નગરપાલીકા ના અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

-અહેવાલ

નિર્મિત કક્કડ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

*HELLO MORBI:ધાંગધ્રા દરિયાલાલ મંદિર ખાતે છઠમ પાટોત્સવ ની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI: લક્ષ્મીનગર મોરબી ખાતે રામજન્મભૂમિ આમંત્રણ અને અક્ષત કળશ પૂજન નો કાર્યક્રમ સફળ બનાવાયો*

editor

Leave a Comment