પ્રતિ તા. ૩૦-૦૯-૨૦૨૨
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ
ગુજરાત રાજ્ય
નવા સચિવાલય
ગાંધીનગર
વિષય :- મોરબી નગરપાલિકા માં આવતો રણછોડનગર વિસ્તાર માં આંતરિક રસ્તાઓ
તથા ભૂગર્ભગટર અને સફાઈ કરવા બાબત.
મહેરબાન સાહેબ શ્રી
જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી જીલ્લા માં મોરબી નગરપાલિકા માં રણછોડનગર નામે વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર બન્યો તેને ૩૦ વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયેલ છે.
આ વિસ્તારના લોકો નગર પાલિકા માં મતદાન કરે છે. અને ટેક્ષ પણ ભરે છે.
પરંતુ આ વિસ્તાર ને પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે. આ વિસ્તાર માં પીવાનું પાણી ખુબજ અનિયમિત આવે છે. સફાઈ ની તો કોઈ વાતજ નથી, કારણ કે અહી આંતરીક રોડ જ નથી બનાવેલા. ભૂગર્ભ ગટર ની સ્થિતિ પણ એથી એ પણ ખરાબ છે. સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી અમુક જગ્યાએ તો છે પણ નહિ જેથી આ વિસ્તાર ના લોકો સ્થિતિ જાણે કે નર્ક માં રહેતા હોય તેવી છે.
સ્થાનિક કાઉન્સીલરો ને તો પોતાનું તરભાણું ભરાય તેમાંજ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રી ને પણ આ વિસ્તાર દેખાતો નથી તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી. સ્થાનિક રહેવાસીઓ માં મજુરો, નાના નોકરીયાતો, રિક્ષાવાળા કે લારી ગલ્લા વાળા કે સામાંન્ય લોકો જ છે. જેથી આ લોકો પ્રત્યે બધાનું ઓરમાયું વર્તન રહેલું છે.
તો અમારી માંગણી છે કે આ વિસ્તાર ને અગ્રતા ના ધોરણે રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર ની વ્યવસ્થા પૂરી પાડીને સફાઈ દરરોજ થાય તેવું કરવા જરૂરી આદેશો આપવા વિનતી.
જો આવું કરવામાં નહિ આવે તો આ વિસ્તાર ના લોકોને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો નો માર્ગ લેવો પડશે તો આ બાબતે વહેલા સર યોગ્ય કરવા વિનતી.
આપના સ્નેહાધીન
(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ સાદર રવાના :-
(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા
સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(૨) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા
સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ ખરેખર કામ થાય તે માટે યોગ્ય આદેશો કરવા
વિનંતી સહ.
(૩) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(૪) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી, જિલ્લા તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય
ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.
