• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વાંકાનેર હાઇવે પર ૯૪ ઇંગ્લિશ દારૂની બોટલો ભરેલી સ્વીફટ કાર ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

વાંકાનેર તા૧૩ :મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર નિર્મળ જયોત પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કારમાંથી વિદેશીદારૂની બોટલો નંગ-૯૪ સહીત કુલ કી.રૂ. ૨,૦૬,૭૨૫નો મુદામાલ ઝડપી લીધો હતો. જો કે,પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કાર ઉભી રાખવાનો પ્રયાસ કરતા બુટલેગર કાર મૂકીને પલાયન થઈ ગયો હતો.

મોરબી એલસીબી સ્ટાફના HC સુરેશભાઇ હુંબલ તથા PC નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, પ્રવીણભાઇ શીવાભાઇ જોગરાદીયા (રહે. ગુંદાળા તાજસદણ જી.રાજકોટ) વાળો પોતાની સ્વીફટ કાર નં-GJ-03-CE-2280 માં ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો ભરી વાંકાનેરથી મોરબી તરફ ડીલીવરી આપવા આવનાર છે જે આધારે મોરબી- વાંકાનેર હાઇવેરોડ ઉપર નિર્મળ જયોત પેટ્રોલપંપ સામે હકિકત વાળી ગાડીની વોચ કરતા ગાડી રોકાવવા પ્રયત્ન કરતા ગાડી સર્વિસ રોડ ઉપર ઉભી રાખી કાર ચાલક દારૂનો જથ્થો ભરેલ ગાડી મુકી નાસી ભાગી ગયેલ હોય જે મારૂતી સ્વીફટ કાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૯૪ કી.રૂ. ૪૫,૮૨૫ તથા સ્વીફટ કાર કી.રૂ. ૧,૫૦,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨,૦૬,૭૨૫ નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

*ઉના તાલુકાના વાંસોજ અને નવાબંદર ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.*

Hello Morbi

*મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અન્વયે સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરતા રાહત કમિશ્નરશ્રી હર્ષદ પટેલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે રાખવામાં આવેલ ભાગવતકથા સફળતાપૂર્વક સંપન્ન થઈ*

editor

Leave a Comment