• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુનાવિસ્તારમાં ૨૨ સપ્ટેમ્બર સુધી પ્રવેશબંધી*

રાજકોટ ગ્રામ્ય, રાજકોટ ખાતે તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને અલગ-અલગ હથિયારોની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી ૨૨ સપ્ટેમ્બર સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં ૨૨ સપ્ટેમ્બર સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Related posts

*HELLO MORBI NEWS: રાજકોટ:શ્રીજીવરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનું શ્રીનરેન્દ્રબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ભુમીપુજન કરાયું*

editor

*રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકાર ત્રણ ‘T’ ની વ્યૂહ રચના ટેસ્ટિંગ-ટ્રેસિંગ–ટ્રિટમેન્ટ થી આગળ વધી રહી છે* *મુખ્યમંત્રીશ્રી* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મા હજરત રોયલા પીર (ર.અ.) ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન*

editor

Leave a Comment