• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતાપુલની દુર્ઘટના અને પગલે મોરબી દોડી આવેલ કોંગ્રેસના દિગ્ગજ અને લડાયક નેતા શક્તિસિંહ ગોહિલ*

મોરબીતા ૧ : આજરોજ મોરબી ઝૂલતાપૂલ ની ગોઝારી દુર્ઘટના પગલે કોંગ્રેસ ના લડાયક અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ મોરબી દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે તેમજ સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી અને ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર આકાર પ્રહાર કરતા કરી બંગાળમાં પુલ તૂટવાની ઘટના વિશે મોદી જે બોલ્યા હતા તેની મોબાઈલ થી કેસટ વગાડીને સંભળાવી હતી. જેમાં નરેન્દ્રભાઇ મોદીએ બંગાળમાં પુલ તૂટવાની ઘટનાની આકરી ટીપણી કરી આ ઘટના કુદરતી સર્જિત નહિ પણ ચૂંટણી સમયે મમતા બેનર્જીની સરકારની મેલી રમતને કારણે પુલ તૂટ્યો અને ભગવાને આ ઘટનાથી સંદેશ આપ્યો કે તમે કેવી સરકાર ચાલવો છે. ત્યારે શક્તિસિંહ કહ્યું હતું કે વડાપ્રધાને બંગાળ કરતા પણ મોરબીની મોટી આ દુર્ઘટના વિશે આ બંગાળના શબ્દોને અહીં દોહરાવવાની જરૂર હતી.

 

વિશેષ માં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું એક પ્રધાનમંત્રી તરીકે તેમના માટે આખો દેશ એક સમાન છે અને તમામ રાજ્યોમાં જવાબદારી તેમની બને છે. આવા પદ પર બિરાજમાન થઈને બીજા રાજ્યની અન્ય સરકારમાં બનેલી દુર્ઘટનાને વખોડવી અને પોતાની સરકારમાં હાલ બનેલી મોટી મોરબીની દુર્ઘટનાને છાવરવી એ કર્યાનો ન્યાય છે ? જો બંગાળમાં જે શબ્દો બોલ્યા હતા તે શબ્દો અહીં મોરબીમાં બોલીને પોતાની સરકારના ચૂંટણી સમયે વાહવાહી લૂંટવાની વાતને કાન આમળ્યો હોત તો ખરેખર એક વડાપ્રધાનની ઉજળી છબી બની જાત. જો કે આ પુલને તાંત્રિક મજૂરી વગર ચાલુ કરી દીધો એમ સીધી સરકારની ગેરજવાબદારી બને છે. પુલ ખુલ્લો મુક્યો ત્યારે ભાજપે આ પુલથી વિકાસ કર્યો તેવા મોટા હોર્ડિંગ માર્યો હોવાનો કોગ્રેસે દાવા કર્યા હતા અને પુલ તૂટતા હોડીગ ઉતારી લેવાયા હોવાના આક્ષેપ કર્યા હતા. ચૂંટણી સમયે પુલ ખુલ્લો મૂકીને લોકોની વાહવાહી કે મત મેળવવાની ભાજપની મેલી મુરાદ હાલ આ દુર્ઘટનાથી ખુલ્લી ગઈ છે.

તેઓએ વિશેષ ઉમેર્યું હતું કે, હું આ દુઃખદ ઘડીએ રાજકારણ ખેલવાનો નથી આવિયો. હું રાજનીતિ કરવા આવ્યો નથી. પણ દુર્ઘટના પછી લોકોની જે વ્યથા મેં સાંભળી છે એ રજૂ ન કરું તો એક હતભાગીઓને અન્યાય કર્યો ગણાય એટલે જ ચૂંટણી સમયે પુલને ખુલ્લો મુકીને લોકો પાસેથી વિકાસના નામે મત મેળવવા એ ભાજપની ચાલ ઉઘાડી પડી છે.માટે સરકારે આ ઘટનાની જવાબદારી લેવી જોઈએ અને વળતર કે કમિટી નિમીને ઢાકપીછોડો ન થાય તે જોવાની સરકારને ખાસ જરૂર છે. પુલના રીનોવેશનથી લઈને તૂટવા સુધીમાં તાંત્રિક મજૂરી ન હોય અને ટેકનીકલ ક્ષતિઓ અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ ખરેખર આ દુર્ઘટનાના હતભાગી પરિવારોને સાચો ન્યાય મળે તે માટે સરકાર કાર્યવાહી કરે અને તમામ કસૂરવારને ન છોડે તેવા ઠોસ કદમ ઉઠાવે તેવી તેમણે માંગ કરી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે પ.પૂ. ગુરૂદેવ વાલગીરીબાપુ (ગુરૂ શ્રી મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા ના ભાદરા ગામે મંત્રી રાઘવજીભાઈ ની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિયુક્ત સરપંચ તથા સદસ્યો નું સન્માન કરાયું*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લાના ઉધોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ* *ફસાયેલા નાણા સહીતની* *સમસ્યાઓ અંગે સીટની રચના કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

Leave a Comment