• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા ના ભાદરા ગામે મંત્રી રાઘવજીભાઈ ની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિયુક્ત સરપંચ તથા સદસ્યો નું સન્માન કરાયું*

 

ભાદરા:તા ૨૬ આજરોજ જોડિયા તાલુકાના ભાદરા ગામે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને ભાદરા પટેલ સમાજ મુકામે નવ નિયુક્ત સરપંચશ્રી મહેશભાઈ ભંડેરી અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ બેન્ડવાજા સાથે વાજતેગાજતે રાઘવજીભાઈ પટેલ સાહેબને આવકારવામાં આવ્યા ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી અને ત્યારબાદ તમામ મહેમાનોનું મનસુખભાઇ ભંડેરી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને બાદમાં તમામ મહેમાનોનું ફુલહાર અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ ,તેમજ અતિથિ વિશેષ તરીકે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનોદભાઈ ભંડેરી,જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા,ભાજપ અગ્રણી જેઠાલાલ અઘેરા, ધ્રોલ એપીએમસી પૂર્વ ડાયરેકટર રસીકભાઈ ભંડેરી,તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર ,તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતભાઈ દલસાનિયા,ભગુભાઈ વાંક,ઉમેશભાઈ કગથરા,પ્રવીણભાઈ મારવાણીયા,ઘનશ્યામભાઈ ભંડેરી,જમનભાઈ ભંડેરી,મનસુખભાઇ ભંડેરી,મામલતદારશ્રી ગોહિલભાઈ ,તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઇ ચૌહાણ,વિસ્તરણ અધિકારી ગઢીયાભાઈ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા હાજર મંચસ્થ મહાનુભવો દ્વારા નવ નિયુક્ત સરપંચ અને તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું અને ભાદરા ગામના સરપંચ મહેશભાઈ ભંડેરી અને તેમને સમગ્ર નવ યુવાન ટીમ દવારા આ સમગ્ર કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો અને આ કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા દ્વારા ભાદરા ગામના વિકાસ માટે રૂ.3.00 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગામના તલાટી કમ મંત્રી વિપુલભાઈ પનારા દ્વારા કરવામાં આવેલ હતું અને સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો

Related posts

*HELLO MORBI NEWS: મોરબી તાલુકા પો,સ્ટે,છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપી ને બિહાર રાજ્ય થી ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવી ની મદદ થી બાઈક ચોર ને ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિજન પોલીસ ની ટીમ*

Hello Morbi

*ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment