• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કલ્પસર જાગૃતિ અભિયાન નાં સૌજન્યમાં આવતીકાલે કિસાન સભા*

રાષ્ટ્રિય કિસાન મંચ નાં બેનર હેઠળ જાગૃતિ બેઠકનું આયોજન

 

સૌરાષ્ટ્ર સહિત દેશનાં ગણમાન્ય કિસાન અગ્રણીઓ હાજર રહેશે

 

રાજકોટ : સૌરાષ્ટ્ર નો કાયા કલ્પ કરવાની જે યોજના ની પૂરી ક્ષમતા છે તેવી વર્ષોથી વિલંબીત કલ્પસર યોજના તાત્કાલિક અમલમાં આવે તેવી માંગણી સાથે એક કિસાન સભા નું રાષ્ટ્રિય કિસાન મંચ દ્રારા આયોજન કરાયું છે. ભારત નાં પૂર્વ વડાપ્રધાન સ્વ.વી. પી. સિંહ દ્વારા સ્થાપિત રાષ્ટ્રિય કિસાન મંચ નાં પ્રવકતા આશિષ મિશ્રા એ આ બાબતે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં તાજેતરમાં વિધાનસભા ની ચુંટણી યોજાવાની છે ત્યારે સૌરાષ્ટ્ર નાં ખેડૂતો ની આ વર્ષો જૂની વિલંબીત માંગ બાબતે વિચાર વિમર્શ કરવા માટે આ કિસાન બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે

આ બેઠકમાં સૌરાષ્ટ્રના જાણીતાં કિસાન અગ્રણીઓ ઉપરાંત રાષ્ટ્રિય કિસાન મંચ નાં પદાધિકારીઓ તેમજ કલ્પસર યોજના સાકાર થાય તે બાબતે છેલ્લા ઘણા જ વર્ષોથી વિવિઘ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવી રહેલા કાર્યકર્તાઓ એકત્રિત થશે. આ બેઠકનાં આયોજનમાં મહત્વનો ભાગ ભજવી રહેલા સૌરાષ્ટ્ર નાં જાણીતાં પત્રકાર જિજ્ઞેશ કાલાવડિયા એ જણાવ્યુ હતું કે તેઓ છેલ્લા બે દાયકાથી કલ્પસર યોજના અને તેનાથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશને થનારા ફાયદાઓ વિશે અવનવી વાતો સાંભળી રહયા છે ત્યારે એક અભ્યાસુ વ્યકિત તરીકે આ મુદ્દા પર વિષેશ જાણકારી મેળવતા કેટલાંક આશ્ચર્ય જનક તથ્યો બહાર આવ્યા છે. આ કિસાન બેઠક દરમિયાન આ તમામ બાબતો ની ચર્ચા કરવામાં આવશે. કલ્પસર યોજના જો સાકાર થાય તો સૌરાષ્ટ્ર ને અનેક ફાયદાઓ પ્રાપ્ત થાય તેમ છે.કલ્પસર યોજના સાકાર થાય તો ગુજરાત ને 5850 મેગા વોટ વધારાની વિજળી સાથે સૌરાષ્ટ્ર ની સૂકી ધરા ને સિંચાઇ નો લાભ મળશે તેમજ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો ધમધમતો થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે નું અંતર પણ આ યોજના થી મહત્તમ ઘટી જશે જેનાથી પેટ્રોલ, ડિઝલ સ્વરૂપે કરોડો નાં વિદેશી હૂંડિયામણ ની બચત થાય તેમ છે. સમગ્ર સૌરાષ્ટ્ર ની કાયા પલટ કરી નાખનારી આ યોજના નાં અમલ માટે અત્યાર સુધીમાં 300 કરોડ થી વધુ રૃપિયાનું આંધણ થઈ ચૂક્યું હોવા છતાં જમીની સ્તર પર કોઈ ડેવલોપમેન્ટ થયું નથી. આ બાબતે અગામી સમયમાં સૌરાષ્ટ્ર ની જનતા ને જાગૃત કરવા કલ્પસર જાગૃતિ અભિયાન અને રાષ્ટ્રિય કિસાન મંચ સાથે મળીને કામ કરશે. કિસાન સભાનું આયોજન આવતીકાલે તા.03/11/2022, ગુરુવાર નાં રોજ સાંજે 4.00 કલાકે મેસોનીક હૉલ, બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. જેમા મોટી સંખ્યામાં કિસાનો અને કલ્પસર યોજના સાકાર થાય તેવું ઇચ્છતા વ્યક્તિઓ, સંસ્થાઓ ને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

*નાણી ગૌશાળા માટે હનુમાન જયંતિના રોજ ડીસામાં કરાયું સુંદરકાંડ પાઠનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI: વ્યાજખોરી ડામવા મહાઅભિયાન સમગ્ર રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન સમગ્ર રેન્જ માં વ્યાજખોરો સામે પરીણામલક્ષી કાર્યવાહી*

Hello Morbi

*મોરબીમાં રાજપૂત કરણી સેના નું સ્વાગત વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું*

Hello Morbi

Leave a Comment