• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર બાઉન્ડ્રી નજીક બે પિસ્તોલ અને કારતુસ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ને ઝડપી પાડતી મોરબી એસઓજીની ટીમ*

વાંકાનેર : તા ૧૦વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ નીચેથી એસઓજી પોલીસે બાતમીને આધારે સફળ કાર્યવાહી કરી મધ્યપ્રદેશના શખ્સને બે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.

 

પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી પોલીસ ટીમને સચોટ બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરી રહ્યો છે જેને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ ઈસમ એવા બબલુ કાલુસીંગ વાસકેલ, રહે. બીલાક કોલોની, બારીયા ગ્રામ પંચાયત, તા.ગંધવાની જી.ધાર રાજ્ય મધ્યપ્રદેશ વાળાને ઝડપી લઈ તલાશી લેતા બબલુના કબ્જામાંથી દેશી બનાવટની પીસ્ટલ નંગ-2 કિંમત રૂપિયા 20 હજાર તથા કાર્ટીઝ નંગ 5 કિમત રૂપિયા 500 મળી આવતા આરોપી બબલુને અટકાયતમાં લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટની કલમ રપ(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Related posts

*HELLO MORBI:બોટાદ જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો*

editor

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અને સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ*

editor

*અવસાન નોંધ:બેસણું સાદડી: મોરબી:લોહાણા*

Hello Morbi

Leave a Comment