• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેરના રંગપર ગામે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો શોધી કાઢતી.વાંકાનેર તાલુકા પોલીસ ટીમ*

વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેણાક મકાનમાથી નીરણના પુળાના ઢગલા નીચેથી દેશીદારૂ લીટર ૧૪૦ તથા માલઢોરના ગમાણના ગુપ્ત ખાનામાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૮૦, મળી કુલ કી. રૂ.૧,૩૧,૮૦૦/- ના મુદામાલ શોધી કાઢતી.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ
તારીખ.૨૦/૦૫/૨૦૨૫
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે શ્રી એસ.એચ.સારડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી,વાંકાનેર વિભાગ,વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.હેડ.કોન્સ. કિર્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઈ બોરીચા તથા રાજેશભાઈ પલાણી નાઓને મળેલ સંયુકત હકીકત આધારે વાંકાનેર તાલુકાના રંગપર ગામે આરોપી ભીખુભાઈ દાદભાઈ તકમરીયા કાઠી દરબાર રહે.રંગપર તા.વાંકાનેર જી.મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ફળીયામા માલ ઢોર માટે રાખેલ સુકા નીરણના પુળાના ઢગલાની નીચે છુપાવી રાખેલ દેશી પીવાના દારૂનો જથ્થો લીટર ૧૪૦ કિ રૂ.૨૮,૦૦૦/- તથા ફળીયામાજ ઢોર બાંધવા માટે બનાવેલ ઢાળીયામા બનાવેલ ઢોરને ખાવાની જગ્યાએ ગમાણમાં ગુપ્ત ખાનુ બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલપેક કુલ બોટલો નંગ-૮૦ કિ રૂ.૧,૦૩,૮૦૦/- નો મળી કુલ દેશી તથા વિદેશી દારૂનો કુલ મુદામાલ કિ રૂ. ૧,૩૧,૮૦૦/-નો રેઈડ દરમ્યાન મળી આવતા તેમજ આરોપી હાજર નહી મળી આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલ છે.તેમજ અરોપીને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરેલ છે આમ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પ્રોહીનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આરોપીઓના નામ
૧) ભીખુભાઈ દાદભાઈ તકમરીયા કાઠી દરબાર રહે.રંગપર તા.વાંકાનેર જી.મોરબી (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૩૦ કિ.રૂ. ૩૯,૦૦૦/-
(૨) મેકડોવેલ્સ નંબર ૦૧ ઓરીજનલ બ્લેનડેડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલની બોટલ નંગ-૧૨ કિ.રૂ. ૧૩,૨૦૦/-
(૩) મેકડોવેલ્સ નંબર ૦૧ ઓરીજનલ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલની. બોટલ નંગ-૨૪ કિ.રૂ.૨૬,૪૦૦/-
૪) બ્લેન્ડર પ્રાઈડ પ્રીમયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલેની બોટલ નંગ-૧૪ કિ.રૂ.૨૩,૪૦૦/-
૫) દેશી દારૂના બાચકા નંગ-૦૭, દેશી દારૂ લીટર ૧૪૦ કિ રૂ.૨૮,૦૦૦/-
કુલ મુદામાલ કી.રૂ. ૧,૩૧,૮૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં અમો પોલીસ ઈન્સપેકટર ડી.વી.ખરાડી તથા એ.એસ.આઈ.રામભાઈ મંઢ તથા ક્રીપાલસિંહ ચાવડા તથા ગીરીશભાઈ પરમાર તથા ચમનભાઈ ચાવડા તથા પો.હેડ.કોન્સ.કિર્તીસિંહ જાડેજા તથા પો.કોન્સ. રાજેશભાઈ પલાણી તથા બ્રીજેશભાઈ બોરીચા તથા સામતભાઈ છુછીયા તથા અજયસિંહ ઝાલા તથા અશ્વિનભાઈ રંગાણી તથા શક્તિસિંહ પરમાર રોકાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.𝟑.𝟐𝟎 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા*

editor

*જોડિયા તાલુકા ની લીંબુડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કન્યા કેળવણી મહોત્સવ 2022 ની ભવ્ય ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI: ઝોન કક્ષાની (પ્રદેશ) સાહસ શિબિર-૨૦૨૩-૨૪ માટે ૧૫ ઓક્ટોમ્બર સુધી ફોર્મ ભરી શકાશે*

editor

Leave a Comment