• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધ્રોલ જામનગર થી આશરે 350 જેટલા લોકોએ પાવરફુલ ટેલિસ્કોપ વડે અને નરી આંખે પાંચ ગ્રહોની પરેડ નિહાળી . બુધ શુક્ર મંગલ ગુરુ શનિ અને ચંદ્ર ને નિહાળી લોકો અચંબિત થયા*

પ્લાનેટ પાર્ટી ખગોળ કાર્યક્રમ યોજાયો
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા પાંચ ગ્રહોને રાત્રી આકાશમાં જોવાના હેતુસર પ્લાનેટ પાર્ટી નું સફળ આયોજન સંપન્ન થયેલ .ધ્રોલ જામનગર થી આશરે 350 જેટલા લોકોએ પાવરફુલ ટેલિસ્કોપ વડે અને નરી આંખે પાંચ ગ્રહોની પરેડ નિહાળી . બુધ શુક્ર મંગલ ગુરુ શનિ અને ચંદ્ર ને નિહાળી લોકો અચંબિત થયા. શ્રીકિરીટભાઈ શાહે બ્રહ્માંડ વિષે વિગતો આપેલ જયારે કેન્દ્રના ડો સંજય પંડ્યાએ લોકોને ગ્રહોનું નિદર્શન ટેલિસ્કોપ વડે કરાવેલ . સહાયક તરીકે કેન્દ્રના પંકજ ડાંગર અને રવિ ધ્રાંગધારીયા રહેલ.સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયાએ સામેલ સૌ ખગોળ રસિકોને અભિનંદન પાઠવેલ…………………………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા………………….

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસોસીએશન દ્વારા નવનિયુક્ત એસપી નું સન્માન સ્વાગત કરાયું*

editor

કોવિશીલ્ડની સાઇડ ઇફેકટનો શખ્સે દાવો ઠોકતા સીરમે સામે ફટકાર્યો અધધ કરોડનો માનહાનિ કેસ

Hello Morbi

*HELLO MORBI:ટંકારા : કટારીયા પરિવારની ક્યુટ ગર્લ જીયા નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment