• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા: અમરાપર પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*નૈમિષ સેજપાલ ટંકારા*

તા.૦૩/૦૧/૨૦૨૩
આજ રોજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે ટંકારા ખાતે આવેલી શ્રી અમરાપર પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર બાદી અલ્ફીયાઝ યુનુંશભાઈ,તથા દ્રિતીય ક્રમ પર ચાવડા નંદની રમેશભાઈ, તથા તૃતીય નંબર પર સિપાઈ રાબીયા કરીમભાઈએ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ની જાગૃતિ અંગે, વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં પી.એચ.સી. સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઈ, એમ.પી.એચ.ડબ્લ્યુ અવેશ કડીવાર પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય બી. કે. જોશી તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધી – નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીની ગૌરવયાત્રા*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” એક પેડ માં કે નામ ના સૂત્ર સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment