• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કુંતાસી પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાય*

કુંતાશી પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

 

માળીયા મી : આજ રોજ તારીખ 3 જાન્યુઆરી ના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સયુંકત ઉપક્રમે

કુંતાશી ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 35 વિદ્યાર્થી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત ચિત્ર દોરેલ હતા.

આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે રમાબેન ભટ્ટ તાલુકા સુપર વાઇઝર દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

 

આ કાર્યક્રમમાં તાલુકા સુપર વાઈઝર ભટ્ટ રમાબેન , પ્રા.આ.કેન્દ્ર વવાણીયાનાં હેલ્થ સુપરવાઈઝર નરેશ પરમાર , એમ.પી.એચ.ડબ્લ્યુ કુંતાશી , એફ.એચ. ડબલ્યુ કુંતાશી તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI: આમરણ ચોવીસી ના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈની સુવિધા આપવા સી એમ ને રજૂઆત કરતા સામજિક કાર્યકર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ( જોડિયા) ની ‌વાડી માં વિરાજતા શ્રી જડેશ્વર મહાદેવ જી ની સ્થાપના નું ૧૩૩ વર્ષ નિમિત્તે સમાજ દ્વારા વિશેષ આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યો*

editor

Leave a Comment