• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંબડી ગામના પાટીયા પાસેથી એક ઇસમને ગેર કાયદેસરદેશી હાથ બનાવટના તમંચો સાથે પકડી પાડતી એસ.ઓ.જી ટીમ*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંબડી ગામના પાટીયા પાસેથી એક ઇસમને ગેર કાયદેસર

દેશી હાથ બનાવટના તમંચો સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી

તા.૧૧/૦૧/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ સગરામભાઇ મોરી નાઓને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે મજબુત મધ્યમ બાંધાનો અને શરીરે કાળા કલરનુ જાકીટ અને કાળા કલરનું જીન્સનુ પેન્ટ પેહેરેલ અને પગમા ચંપ્પલ પહેરેલ છે તેનુ નામ દિલીપભાઇ કાનજીભાઇ પ્રજાપતિ-કુંભાર રહે. માળીયા વનાળીયા શેરી નંબર -૪ મોરબી વાળો અત્યારે મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે પર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ તમંચા સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

> પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-

દિલીપભાઇ ઉર્ફે ટકો કાનજીભાઇ અટક ઉભડીયા જાતે પ્રજાપતિ- કુંભાર ઉ.વ. ૨૯ ધંધો મજુરી કામ રહે.માળીયા વનાળીયા શેરી નંબર -૪ મોરબી તા.જી.મોરબી > પકડાયેલ મુદ્દામાલ :-

ગે.કા.દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિ.રૂપીયા ૫,૦૦૦/- – કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-

શ્રી એમ.પી.પંડ્યા,ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા તથા

શ્રી પો.સબ.ઇન્સ. એમ.એસ,અંસારી એસ.ઓ.જી., મોરબી તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, તથા પોલીસ હેડ કોન્સ. રસીકકુમાર કડીવાર તથા સબળસિંહ સોલંકી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી સતિષભાઇ ગરચર તથા આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મીયાત્રા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાયુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*ઘાંટવડ ગ્રામ પંચાયત પેનલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘાંટવડ માં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું*

Hello Morbi

*જોડીયા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હેમતપરી ગોસ્વામી ની નિમણુક*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભા ના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા પૂ.જલારામ બાપા ના દર્શનાર્થે પધાર્યા*

editor

Leave a Comment