• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ / ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૦૧/૦૩/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં- ૧૩/૨૦૧૧ આઇ.પી.સી કલમ ૩૯૫,૩૯૭ આર્મ એકટ કલમ ૨૫(૧)એઇ વિ.મુજબના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ /ધાડના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઇ ભુરીયા/અનુ.જનજાતી ઉ.વ-૩૭ મૂળ રહે.ઉબેરાઉ તા.રાણાપુર જી.જાબુંઆ (એમ.પી.) હાલ.રહે. ખજુરડા ગામ શિવશકિત હોટલ પાસે તા.જામકંડોરણા જી.રાજકોટવાળા ને આજરોજ તા.૧/૦૩/૨૩ ના કલાક ૧૯/૪૦ વાગ્યે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*બા” નું ઘર વૃધ્ધાશ્રમ-રાજકોટ દ્વારા દરિદ્રનારાયણની સેવાકાર્યો થકી દિવાળી પર્વની પ્રેરણાત્મક ઉજવણી કરશે*

Hello Morbi

*માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર શાળા માં 12 થી 15 વર્ષ ના બાળકોને વેક્સિન અપાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ*

editor

Leave a Comment