• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની જેમ નવયુગમાં ભણતી એક જ ગામની બે બાળાઓએ શીલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યાં*

ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની જેમ નવયુગમાં ભણતી એક જ ગામની બે બાળાઓએ શીલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યાં

(શ્રીકાંત પટેલ દ્વારા દીર્ઘદ્રષ્ટિ ન્યુઝ મોરબી)
મોરબીમાં રહેતા મુળ એક જ ગામના બે પરિવારની નાની નાની બાળાઓએ પોતાની શાળામાં રમત ગમતમાં ભાગ લઈને સારો દેખાવ કરતા શાળાએ તેમને શીલ્ડ અને પ્રમાણપત્ર આપ્યા છે. તો આ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની જેમ બંને બાળાઓએ પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે. મોરબી થી ૨૫ કિલોમીટર દૂર આવેલા પાંચસો થી પણ ઓછી જનસંખ્યા ધરાવતા જીવાપર ગામમાં રહેતા લોકો નો મુળ ધંધો ખેતી છે. વરસાદ આધારિત ખેતી હોય ક્યારેક દુષ્કાળ પડે તો ક્યારેક અનિયમિત વરસાદ પડે અને આવા સમયે કોઈ અન્ય આવકના સ્ત્રોત ન હોય ઘણા લોકોએ જીવાપર ગામ છોડીને અન્ય શહેરોમાં અન્ય આવકના સ્ત્રોત શોધવા ગયા હતા. જેમાં બે પરિવારો ૨૫-૨૭ વર્ષ પહેલા મોરબીમાં રહેવા આવી ગયા છે. હાલમાં તો મોટા ભાગના લોકો મોરબીમાં રહેવા આવી ગયા છે. પણ ૨૫ વર્ષ પહેલાં આ આવેલાં આ પરીવારો નેં ધંધામાં ફાવટ આવી જતા હાલ સારૂં એવું કમાય છે જેમાં એક છે સાધના ભેળ વાળા બચુભાઈ ગંગારામભાઈ વિઠલાપરા જેમના દીકરા જયેશ ની દીકરી આરવી અને શ્રીકાંત બચુભાઈ વાધડીયા એમના દીકરા એડવોકેટ આનંદ વાધડીયાની દીકરી આધ્યા બંને નવયુગ શાળામાં એક જ વર્ગખંડમાં સાથે ભણે છે. અને આ નવયુગ શાળામાં રમતગમતની હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં આધ્યા આનંદ વાધડીયા એ પ્રથમ નંબર મેળવ્યો છે જ્યારે આરવી જયેશભાઈ વિઠલાપરા એ પણ સારો એવો નંબર મેળવ્યો હોય આ બંને બાળકોને નવયુગ શાળા તરફથી શીલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. જેને જીવાપરનું ગૌરવ ગણવામાં આવ્યું છે. બંનેના પરિવાર તરફથી અને નવયુગ પરિવાર તરફથી બને બાળાને અભિનંદન આપવામાં આવ્યાં છે.

Related posts

*વાવાઝોડામાં વૃક્ષનું ખેદાનમેદાન છતાં તંત્ર કુંભકર્ણની ઉંઘમાંથી જાગતું કેમ નથી?*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના* *અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ*

editor

*મોરબી નગરપાલિકા ના વાહનો નો ખુલ્લેઆમ ભારતીય જનતા પક્ષના ઝંડા મારવા પાલિકાના વાહનનો થતો ગેરઉપયોગ કલેકટર યોગ્ય પગલા લેવા જોઇએ મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

Leave a Comment