• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કાયદામાં નિષ્ણાત ડીસાની રાજવી કતીરાનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કાયદામાં નિષ્ણાત ડીસાની રાજવી કતીરાનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન અનુસંધાને ડીસા નગરની કાયદાની નિષ્ણાત તેમજ એલ.એલ.એમ. માં ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસમાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવી નામદાર રાજ્યપાલશ્રીના વરદહસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત થનાર રાજવી કતીરાનું ડીસા સ્થિત તેમના નિવાસસ્થાને શુભેચ્છક ગ્રુપ તેમજ કલા સૃષ્ટિ ફાઉન્ડેશન દ્રારા દબદબાભેર સન્માન કરાયું હતું.રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત કરનાર ચિત્ર શિક્ષક ચંદુભાઈ એટીડીના” દીકરી દેવો ભવ” મોમેન્ટો,પુસ્તક,ફૂલછડી તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી રાજવી કતીરાનું બહુમાન કરાતાં તેમણે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રેરણાદાયી શુભ અવસરે શુભેચ્છક ગ્રુપ તેમજ ડીસાની વિવિધ સેવાભાવી સંસ્થાઓના સર્વ ભગવાનભાઈ બંધુ,ચંદુભાઈ એટીડી,બળદેવભાઈ રાયકા,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોક્સી,કમલેશભાઈ રાચ્છ,મનુભાઈ પૂજારા,મહેશભાઈ મનવર,દિનેશભાઈ કવિરાજ,પિયુષભાઈ ગટા,પ્રવિણભાઈ એન.ઠકકર,દિનેશભાઈ પૂજારા,ભૂમિબેન ગટા સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી રાજવી કતીરાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી મહિલા દિવસ અનુસંધાને સન્માન કર્યું હતું.
રાજવી કતીરાનાં માતાપિતા ડીસા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર શંકરભાઈ કતીરા તેમજ પૂર્વ પ્રમુખ શ્રીમતી નીતાબેન કતીરાએ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.કાયદા ક્ષેત્રમાં વિશિષ્ટ અભ્યાસ કરી ડીસા તેમજ બનાસકાંઠાનું ગૌરવ વધારનાર રાજવી કતીરાની પ્રગતિથી સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.તેઓ હાલ કાયદા ક્ષેત્રમાં પી.એચ.ડી.કરી રહેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી ના ધારાસભ્ય શ્રી તમારા ઓડિયો વીડિયો બહુ સાંભળ્યા હવે નક્કર કામગીરી કરો.કોગ્રેસ*

editor

*ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઇવે કરશે જામ, ફરીદાબાદ-ગુરૂગ્રામ બોર્ડર પર 60 મેજિસ્ટ્રેટ પર તૈનાત*

Hello Morbi

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ.*

editor

Leave a Comment