• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વાવડી ચોકડીએ પ્લેઝર ને ટ્રકે અડફેટમાં લેતાં બે યુવતી ધાયલ બનેને સારવાર અર્થે રાજકોટ ખસેડાય*

મોરબીની વાવડી ચોકડીએ પલેઝરને ટ્રકે હડફેટે લેતા બે યુવતીઓ રાજકોટ ખસેડાઇ

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ વાવડી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પ્લેઝર સ્કુટક લઈને જતી બે યુવતીઓને ટ્રકના ચાલકે હડફેટે લેતા બંનેને સારવારમાં ૧૦૮ વડે મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

હાલ એ ડિવિજન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પ્લેઝર સ્કુટરમાં ડબલ સવારીમાં જઈ રહેલ કાજલબેન કમલેશભાઈ વ્યાસ (૧૯) રહે.લાલપર તા.મોરબી અને નાજુબેન વિપુલભાઈ (૧૬) રહે.ખત્રીવાડ મોરબી નામની બે યુવતીઓને ટ્રકના ચાલકે હડફેટે લીધી હતી.જેથી સર્જાયેલા ગંભીર અકસ્માતના બનાવમાં ઘવાયેલ કાજલબેન અને નાજુબેનને ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે બંનેને વધુ ગંભીર ઇજાઓ પહોંચી હોય અહીં પ્રાથમિક સારવાર આપીને રાબેતા મુજબ જીલ્લા કક્ષાની સિવિલમાં ટ્રોમા સેન્ટરના અભાવે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Related posts

*HELLO MORBI:માનસિક અસ્થિર વ્યક્તિની પરીવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના ધુંટુગામ પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં.૦૧ માં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી માં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ નું જાજરમાન અદકેરું વિસર્જન*

Hello Morbi

Leave a Comment