• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જન્મદિવસ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

જન્મદિવસ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા દર ગુરૂવારે ખૂબ જ ભાવપૂર્વક પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.ગત 414 મા ગુરૂવારે શ્રીમતી સરોજબેન હિતેશભાઈ પ્રવિણચંદ્ર સોનપાલની લાડકવાયી દીકરી ચિરંજીવી પૂનમના જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખવામાં આવ્યાં હતાં.
ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુ તેમજ કનુભાઈ તૃપ્તિવાળાએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 90000 નેવુ હજાર જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.આગામી ગુરૂવારે ડોક્ટર સી.કે.પટેલની હોસ્પિટલ ખાતે ભજન રાખેલ હોઈ તેનું સૌને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
યજમાન પરિવાર શ્રીમતી સરોજબેન હિતેશભાઈ પ્રવિણચંદ્ર સોનપાલનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.પૂનમનો જન્મદિવસ હોઈ તેના ઉપર ફૂલવર્ષા કરી તેનું લાગણીસભર સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો*

editor

*HELLO MORBI:માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલોપ્સ હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી*

editor

*HELLO MORBI: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ પાર્કથી નરસંગ મંદિર સુધી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું જારી*

editor

Leave a Comment