• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના મેરૂપર ગામેથી નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના મેરૂપર ગામેથી નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૨૦/૦૩/૨૦૨૩
પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના આપેલ હોય જેથી
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ શ્રી એમ.પી.પંડ્યા, મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પો.હેડ.કોન્સ. મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા નાઓને બાતમી મળેલ કે, ભુપતભાઇ ઉર્ફે મંગલ અમરશીભાઇ પરમાર જાતે રાજપુત રહે. મેરૂપર તા.હળવદ વાળા પોતાના ગામના આડા માર્ગ નામના રસ્તે આવેલ પોતાના મોટાભાઇ છગનભાઇ અમરશીભાઇ પરમારએ ગેરકાયદેસર રીતે વાળેલ ડેલામાં પોતે ગેરકાયદેસર માદક પદાર્થ પોશડોડાનો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમો નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :-
ભુપતભાઇ ઉર્ફે મંગલભાઇ અમરશીભાઇ અટક પરમાર જાતે રાજપુત ઉ.વ.૫૪ ધંધો-ખેતી રહે.મેરૂપર તા.હળવદ
જી.મોરબી
પકડાવવા પર બાકી આરોપીનુ નામ, સરનામુ :-
ખુમાનભાઇ રજપુત રહે પાંડાતિરથ તા.હળવદ જી.મોરબી → પકડાયેલ મુદ્દામાલ :-
વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો ૭ કિલો ૬૬૦ ગ્રામ કિ.રૂ. ૨૨૯૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂપીયા ૫૦૦૦/- મળી કુલ રૂ.૨૭૯૮૦/- ના મુદામાલ સાથે
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા, એસ.ઓ.જી.,મોરબી એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા તથા રસીકભાઇ કડીવાર તથા સબળસિંહ સોલંકી તથા પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ*

editor

*ટંકારા ના કટારીયા પરિવાર ની સ્વીટ બેબી નિયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*મોરબીમાં સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

Leave a Comment