• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર તથા કાર મળી કુલ કી.રૂ. ૭,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડતી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર તથા કાર મળી કુલ કી.રૂ. ૭,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડતી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
તા-૨૩/૦૩/૨૦૨૩ શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી ના ઓએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ, શ્રી,એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. ના માર્ગદર્શન સુચના મુજબ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. રામભાઇ મંઢ, પો.હેડ કોન્સ. નિરવભાઇ મકવાણા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભીએ રીતેના સ્ટાફના માણસો વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં એલ.સી.બી.ને લગત કામગીર સબબ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તીથવા ગામ પાસેથી મારૂતી સુઝુકીની કેરી ગાડી નંબર-GJ-36-V-0882 માં પ્લાસ્ટીકના ૧૯ બાચકાઓમાં કોપર વાયર લઇ કાર ચાલક નિકળતા જે બાબતે કાર ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી મજકુર કાર ચાલક પાસેથી નીચે જણાવેલ મુજબનો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧),ડી. મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં આગળની ઘટીત કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુ:-
(૧) અકબરભાઇ અલીભાઇ ભોરણીયા/મોમીન ઉવ-૪૯ રહે.તીથવા ગામ તા.વાંકાનેર જી.મોરબી
પકડવાનો બાકી આરોપીનું નામ સરનામુ:-
(૧) હસુભાઇ રહે. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર (૨) ચંદ્રેશભાઇ કંસારા રહે. રાજકોટ
પકડાયેલ મુદામાલ :-
(૧) કોપર વાયર જેનો વજન આશરે ૧૧૦૦ કિ.ગ્રા કિ.રૂ.૫,૫૦,૦૦૦
(૨) મારૂતી સુઝુકીની કેરી ગાડી નંબર-GJ-36-V-0882 કી.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૦૦,૦૦૦/-
જાહેર જનતા જોગ સંદેશ :-
કોઇપણ પ્રકારના માલ/સામાનની હેરાફેરી કરતી વખતે વાહનમાં માલ સામાનના બીલ આધાર પુરાવા રાખવા હીતાવહ હોય જેથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. >
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,એન.એચ.ચુડાસમા,શ્રી, કે.જે.ચૌહાણ શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*કહેવાતી મોરબીની જાબાજ પોલીસ ગુજરાત માં થયેલ લઠ્ઠાકાંડ ને લયને આવી હરકતમાં મોરબી જિલ્લામાં કુલ દારૂના પાત્રિસ કેસ નોંધાયા*

Hello Morbi

*HELLO MORBI:વિહળધામ પાળીયાદ સંચાલીત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ સ્કુલ નું પરિણામ:- 94.84%*

editor

*HELLO MORBI: દારૂ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચની તવાઈ યથાવત:થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.૭૩ હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

Leave a Comment