• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાજીની રજૂઆત*

હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાજીની રજૂઆત

રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ શ્રીએ રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તથા એર કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે. રામામોહન નાયડુજીને રજૂઆત કરી છે.

સાંસદશ્રીએ જણાવ્યું કે હિરાસર એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાં આંતરરાષ્ટ્રીય તથા કાર્ગો કામગીરીમાં વિલંબને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો અને નિકાસકારોને અમદાવાદ-મુંબઈ જેવા દૂરના એરપોર્ટ પર નિર્ભર રહેવું પડે છે.

રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શરૂ થવાથી વેપાર-ઉદ્યોગ, નિકાસ, પ્રવાસન અને NRI સમુદાયને મોટો લાભ મળશે. આથી હિરાસર એરપોર્ટનું કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા તથા સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે જરૂરી કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા સાંસદશ્રીએ ભારપૂર્વક રજૂઆત કરી છે.

Related posts

*ઉનાના કોબ ગામના કાદી વિસ્તારના રહેણાક નાં મકાનો માં પાઇપલાઇન મારફતે જોડાણ અપાયું*

Hello Morbi

*નવરાત્રી તહેવાર દરમિયાન ધૂમ બાઈક અને રોમિયોગીરી કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા માટે*

Hello Morbi

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment