• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રોકડ રકમ રૂ. ૭૧૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. કુલ રૂ.૪૮૧૩૦૦ ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ*

રોકડ રકમ રૂ. ૭૧૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. કુલ રૂ.૪૮૧૩૦૦ ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓ ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી પી.એ. ઝાલા સાહેબ તથા શ્રી સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી વી.પી. ગોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા માં પ્રોહી/જુગાર ની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને અમો પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અમોને તથા સાથેના પો.કોન્સ ખાલીદખાન રફિકખાન નાઓને મળેલ ચોક્કસ હકિકત આધારે ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઇડન હિલ્સ મા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ ઉ.વ.૬૭ ધંધો નિવ્રુત્ત રહે મોરબી રવાપર ઘુનડા રોડ ઇડન હિલ્સ બંગ્લોજ નં બી-૪૪ વાળા કબ્જા ભોગવટાવાળા બંગ્લા મા ગંજીપાના વડે નસીબ આધારે પૈસાની હારજીતનો જુગાર રમતા ૦૫ જુગારીઓ ને રોકડા રૂ ૭૧૩૦૦/- તથા વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ રૂ. ૪૮૧૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલા પાંચેય આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે
પકડાયેલ આરોપી તથા મુદામાલ
પકડેલ આરોપી
(૧) પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ ઉ.વ.૬૭ ધંધો નિવ્રુત્ત રહે મોરબી રવાપર ઘુનડા રોડ ઇડન હિલ્સ બંગ્લો નં ૪૪ તા ટંકારા જી મોરબી
(૨) રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા જાતે પટેલ ઉ.વ.૬૦ ધંધો નિવ્રુત્ત રહે.હરીહર નગર રવાપર રોડ મોરબી તા જી મોરબી (૩) હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ ઉ.વ.૭૧ ધંધો નિવ્રુત્ત રહે.એંટીલા હિલ્સ લીલાપર રોડ મોરબી તા જી મોરબી
(૪) કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા જાતે પટેલ ઉ.વ.૫૮ ધંધો નિવ્રુત્ત રહે.ઉમા ટાઉનશીપ મોરબી તા જી મોરબી વાળો (૫) ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા જાતે પટેલ ઉ.વ.૭૨ ધંધો વેપાર રહે.રવાપર ચોકડી સુંદરમ એપાર્ટમેંટ મોરબી તા. જી.મોરબી કબજે કરેલ મુદામાલ
રોકડા રૂ. ૭૧૩૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૫ કિ રૂપીયા ૧૦૦૦૦/ તથા ફોર વ્હીલ કાર રજી નંબર જી-જે-૩૬-એફ-૪૨૨૪ વાળી જેની કિ રૂ ૪૦૦૦૦૦/- તથા ગંજી પાના નંગ ૫૨ કિ રૂ ૦૦/૦૦ મળી કુલ મુદામાલ ૪૮૧૩૦૦/- સાથેનો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ
ઉપરોકત કામગીરી મા અમો પો.સબ.ઇન્સ. એચ. આર. હેરભા તથા પો.કોન્સ સિધ્ધરાજસિહ અર્જુનસિહ ઝાલા તથા પો.કોન્સ ખાલીદખાન રફિકખાન તથા પો.કોન્સ શૈલેશભાઈ ઓધવજીભાઈ ફેફર તથા પો.કોન્સ સાગરભાઈ ડાયાલાલ કુરીયા એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસોએ સફળ કામગીરી કરેલ છે.

Related posts

*યુવા જોડો અભિયાન અંતર્ગત માળિયા ના પીપળીયા સરવડ અને ચાચાવદરડા ગામની મુલાકાતે માળિયા તાલુકા યુવા મોરચાના હોદેદારો ની ટીમ*

Hello Morbi

*ટંકારા કન્યા શાળા ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો* 

Hello Morbi

*જામનગર ગ્રેસ યુથ કલબ દ્વારા ફૂડ વિતરણ કરાયુ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment