• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી માં રાજકોટ થી ૮-અ નેશનલ હાઈવે બાય પાસ થી લીલાપર સુધીનો કેનાલ ની બીજી બાજુ ના રોડ નું અધૂરું કામ જલ્દી પૂરું કરવા રજૂઆત*

પ્રતિ, તા. ૦૫/૦૬/૨૦૨૩.
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,
ગુજરાત રાજ્ય,
નવા સચિવાલય,
ગાંધીનગર.

વિષય – મોરબી માં રાજકોટ થી ૮-અ નેશનલ હાઈવે બાય પાસ થી લીલાપર સુધીનો કેનાલ ની બીજી બાજુ ના રોડ નું અધૂરું કામ જલ્દી પૂરું કરવા યોગ્ય આદેશ આપવા બાબત.

મહેરબાન સાહેબ શ્રી

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે ઉપર જણાવેલ રોડ નું કામ મોરબી નગર પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ હતું જેનું ખાત મુરત ત્યાર ના ગુજરાત સરકાર ના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ હતું.
પરંતુ આ રોડ નું કામ ખુબજ નબળી ગુણવતા વારુ થયેલ છે. ઘણી જગ્યા એ રોડ તૂટી જવા પામેલ છે. તેમાં હમણા ભીમાણી પ્રોવિઝન સ્ટોર પાસે રીપેરીંગ પણ કરવામાં આવેલ છે.
પરંતુ આ રોડ નું કામ હજુ પૂરું થયેલ નથી. ઘણી જગ્યાઓએ કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે. અને ઘણું કામ હજુ બાકી પણ છે. અને કરેલ કામ જે તૂટી જવા પામેલ છે. તેનું દરેક જગ્યા એ રીપેરીંગ પણ કરવામાં આવેલ નથી, અને આ અધૂરા અને નબળા કામ પર હાલ માં જયારે કામો પુરા નથી થયા તો પણ પુરા થયા પછી.જે રીતે પટા મારવામાં આવેલ છે તેવા પટા મારવા માં આવેલ છે. એટલે કે હવે આ બાકી કામો કરવાના નથી તેવું માનવું પડે તેવું મને લાગે છે.
તો અમારી માંગણી છે કે અધૂરું કામ જલ્દી પૂરું કરવામાં આવે. અને જ્યાં નબળું કામ થયેલ છે. ત્યાં ફરી થી કરવામાં આવે કે રીપેરીંગ કવામાં આવે અને આ રોડ લીલાપર થી બાયપાસ સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તો આ બાબતે વહેલાસર યોગ્ય આદેશો આપીને જલ્દી કામ પૂરું થાય તેવું કરવા વિનતી

આપના સ્નેહાધીન

(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ સાદર રવાના:-
(૧) કલેકટર શ્રી મોરબી તરફ જાણ તેમજ યોગ્ય કાર્યવાહી કરવા અને અમારી અરજી ઉપર મોકલી આપવા વિનતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ૨૮ એપ્રિલે; જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ*

editor

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ.*

editor

*વાકાનેર કોળી સમાજના યુવા આગેવાન સુખદેવ ડાભી ની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા માં નિમણૂક*

Hello Morbi

Leave a Comment